Western Times News

Gujarati News

મ્યુનિ.કોર્પાેરેશનનું મેગા ડિમોલિશન : રીઝર્વ પ્લોટનો કબજાે લીધો


અમદાવાદ :
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનનાં થલતેજ વોર્ડમાં ટી.પી.સ્કીમ નં.૩૮ના ફા.પ્લોટ નં.૨૮૮ અને ૨૬૩ હેતુ સેલ ફોર કોમર્શિયલ છે. સદરહુ બંને પ્લોટ એસ.જી.હાઈવે ઝાયડસ હોસ્પિટલ ચાર રસ્તા પાસે આવેલ છે. તેમાં સ્પે.સી.એ.નં.૯૩૧૮ વર્ષ ૨૦૧૭માં નામદાર હાઈકોર્ટના તા.૫-૮-૧૯ના હુક્મ મુજબ પ્રત્યેક પ્રતિવાદીને દિન-૭માં એક લાખ રૂપિયા એકસાપ્લરી કોસ્ટ તરીકે ભરવા તેમજ તા.૪-૫-૧૭ના ઈન્ટીમ રીલીફને વેકેન્ટ કરેલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશને આ જગ્યાનો કબ્જા લેવા આદેશ કરેલ છે.


 

ઝોનના ડે.એસ્ટેટ ઓફિસર પરેશભાઈ પટેલે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઉપરોક્ત હાઈકોર્ટના હુક્મ અનુસંધાને થલતેજ વોર્ડના ટી.પી.૩૮ના ફા.પ્લોટ નં.૨૮૮ જેનું ક્ષેત્રફળ ૬૯૫૩ ચો.મી. અને ૨૬૩ જેનું ક્ષેત્રફળ ૨૫૮૧ ચો.મી.જેનો હેતુ સેલ ફોર કોમર્શીયલ છે.

તેમાં કબજા લેવા કાર્યવાહી કરેલ.સદર કામગીરીમાં ડે.મ્યુનિસિપલ કમિશ્નર (ઉત્તર પશ્ચિમ ઝોન)ના માર્ગદર્શન હેઠળ આસી.મ્યુનિસિપલ કમિશ્નર (ઉત્તર પશ્ચિમ ઝોન)ની હાજરીમાં આ અમલવારીમાં સોલા પોલીસ સ્ટેશનનો આશરે ૪૦ જેટલો સ્ટાફ તથા પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓમાં ડી.સી.પી.ઝોન, એ.સી.પી.ઝોન, ૩ પોલીસ ઈન્સ્પેક્ટર્સ, ૬ પોલીસ સબ ઈન્સ્પેક્ટર્સ, ૧૮ એશ.આર.પી તેમજ ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ ખાતાના ૬૦ જેટલાં અધિકારી-કર્મચારીઓ દ્વારા ૧-હીટાચી મશીન, ૪ જે.સી.બી., ૪- દબાણ વાન મારફતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ખાતાકીય અમલ કરી ફા.પ્લોટ નં.૨૮૮માં આશરે ૧૧૦૦ ચો.મી.માં કુલ આશરે ૨૬ જેટલાં વાણિજ્ય પ્રકારના બાંધકામો જમીનદોસ્ત કરી દૂર કરવામાં આવેલ છે,

તેમજ પ્લોટ નં.૨૬૩માં ૧૫૮૦ ચો.મી.માં આશરે ૨૧ જેટલાં વાણિજ્ય પ્રકારના બાંધકામો જમીનદોસ્ત કરી બંને પ્લોટનું પઝેશન મેળવી લેવામાં આવેલ. સદરહુ પ્લોટ્‌સ ટી.પી. સ્કીમ રુઈએ તથા શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા)ને સુપ્રત કરવાના થતા હોઈ સદરહુ બંને પ્લોટનો કબજા ઔડાના અધિકારીઓને આજરોજ સુપ્રત કરવામાં આવેલ છે. આ પ્લોટ ઔડા દ્વારા સ્વીકારી તથા સિક્યુરીટી ગોઠવી પ્લોટની ફરતે વાયર ફેન્સીંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

બંને પ્લોટના થઈ કુલ ૯૫૩૪ ચો.મી.જેટલી જગ્યા ખુલ્લી કરી કબ્જા મેળવવામાં આવેલ છે. સદરહું બંને પ્લોટ એસ.જી.હાઈવે રોડ ટચ હોઈ તેની માર્કેટ કિંમત આશરે ૧૫૦ કરોડ થવા જાય છે. ઉપરોક્ત જગ્યાએ ડેલીસીયસ ફ્રુડ કોર્ટ, કાજલ પાન પાર્લર, રતલામ કાફે, રાધે થાળ, જલારામ કાઠીયાવાડી, પ્લેટીનમ કાર, ગેલેક્ષી ઢોંસા વગેરે જેવા ધંધાકીય એકમો જમીનદોસ્ત કરી પ્લોટ ખુલ્લા કરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.