Western Times News

Gujarati News

ડાંગમાં મેઘરાજાનું તાંડવઃ ૩૦૦ બાળકોને બચાવાયા

 

કીમ કોસંબા વચ્ચે ટ્રેક પર પાણી ફરી વળતા અમદાવાદ-મુંબઈ વચ્ચે રેલવે  વ્યવહાર ઠપઃ ૯ ટ્રેનો રદઃ આગામી પાંચ દિવસોમાં ભારે વરસાદની આગાહી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ડાંગ તથા આજુબાજુના વિસ્તારોમાં મેઘતાંડવ સતત ચાલુ રહેતા વધઈ, વાસંદા, સુબિર તથા અન્ય જીલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહયાના સમાચારને તાપીમાં પણ વરસાદ વરસી રહયાના સમાચારો મળ્યા છે. ભારે વરસાદને કારણે સાપુતારાથી નાસિકનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે.

ભારે વરસાદને કારણે સમગ્ર ડાંગમાં સવર્ત્ર પાણી-પાણી જ જાવા મળે છે. ૩થીપ ફુટ જેટલું પાણી રસ્તા પર વહેતું જાવા મળી રહયું છે. સુબિરમાં આવેલ એકલવ્ય રેસીડેન્સી શાળામાં પૂર્ણા નદીના પાણી ભરાતા ૩૦૦ જેટલા બાળકો તથા શિક્ષકો ફસાયાના સમાચાર મળતાં જ બચાવ કામગીરી શરૂ કરાતાં બધાને બચાવી લેવામાં આવ્યા છે. તથા સલામતી સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

છેલ્લા ૪ દિવસથી મેઘતાંડવને કારણે પૂરની સ્થિતી જાવા મળી રહી છે. ૯ ઓગષ્ટ સુધી શાળા-કોલેજા તથા છાત્રાલયો બંધ રહેશે.
વાસંદામાં ૧ર, વધઈ-૧૧, ખારવા-૬, વ્યારા-૪ સુબિરમાં ૬ ઈંચ વરસાદ વરસ્યાના સમાચાર છે. દક્ષીણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નવસારીમાં ભારે નુકશાન થયાના સમાચાર છે. ઠેરઠેર પાણી ભરાતા બજારો શાળાઓ બંધ છે. તથા જન-જીવન ઠપ થઈ ગયું છે.

ભારે વરસાદને કારણે તથા કિમ-કોસંબા વચ્ચે રેલવે ટ્રેક ધોવાઈ જતાં મુંબઈ-અમદાવાદ વચ્ચેરેલવે વ્યવહાર ઠપ થઈ ગયો છે. રેલવે સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર ૪૯ ટ્રેઈનો રદ કરવામાં આવી છે. તેમજ લાંબા અંતરની બધી જ ગાડીઓને સુરત ખાતે રોકવામાં આવી છે. સુરત સ્ટેશને હજારો મુસાફરો અટવાઈ જતાં, ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો છે.

છોટાઉદેપુરમાં આવેલ નદીમાં પાણી આવતાં પુરની સ્થિતી સર્જાઈ છે. નદી કાંઠાના હનુમાન મંદીરમાં પાણી ભરાતા સાબેલ તથા વિશ્વા નદીનો સંગમ થયો જીવના જાખમેલોકો કોઝવે પસાર કરી રહયા પગની તળેથી વહી રહયું છે. આકાશ આફત બાર આફટર શોક ૧૧૮ ગામના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા કવાંટથી હાટકેશ્વર જવાના રસ્તે મોટો ભુવો પડતા વાહન-વ્યવહાર ભારે બંધ કરવામાં આવ્યો છે. તાપીમાં વરસાદનું પાણી ઉતર્યું નથી.

નર્મદાડેમમાં સતત પાણીમાં વધારો થતાં જળસપાટી વધી રહી છે. નર્મદા ડેમમાં ઈતિહાસ સર્જાશે તેમ માનવામાં આવી રહયું છે. સરદાર સરોવર ડેમનીસપાટી ૧ર૭.૩૦ પર પહોચી છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણેબે સીસ્ટમ ગુજરાતમાં સક્રીય થતાં આગામી પાંચ દિવસ દક્ષીણગુજરાત, મધ્યગુજરાત,ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસશે. અમદાવાદમાં ૯મી તથા ૧૦ મી તારીખે વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.