પરોપકાર માટે જે કાર્ય થયું તેની ટીકા શી ?
બે સાધુઓ સાથે મુસાફરી કરતા હતા. વચ્ચે એક નદી આવી. નદીમાં તે સમયે પૂર આવ્યું હતું. ત્યાં એક સ્ત્રી પણ આવી પહોચી. સ્ત્રી સુંદર હતી. તેના પિતા સામે પાર આવેલ ગામમાં માંદા હતા એટલે તેને સામે પાર જવું અત્યંત આવશ્યક હતું.
બંને સાધુઓને તરતાં આવડતું હતું. એક સાધુએ તે સ્ત્રીને સામે પાર મુકી દીધી પરોપકારનું કામ કર્યું ન અને પછી આગળ ચાલ્યા. સ્ત્રી જે ગામમાં જવાની હતી ત્યાં ગઈ. પણ જે બીજાે સાધુ હતો તે સ્ત્રીનો સ્પર્શ પણ ઈચ્છતો ન હતો.
એ તો વારંવાર કહ્યા કરતો. ‘તારે એ સ્ત્રીને સામે પાર લઈ જવી જાેઈતી ન હતી. વળી એ સ્ત્રી સુંદર હતી તે તે જાેયું હશે, ગુરુજી જાણશે તો શું ધારશે ?’અને આમ ને આમ એ સ્ત્રીને સામે પાર પેલો સાધુ લાવ્યો તે ઘણું જ અયોગ્ય થયું છે એમ કહ્યા જ કરતો.છેેવટે જે સાધુઓ સ્ત્રીને સામે પાર મુકી હતી તે બોલ્યોઃ ‘અરે ભાઈ ! મે તો બીજે પાર તે સ્ત્રીને મુકી દીધી, તું હજુ શા માટે ઉપાડીને ફરે છે ? શુદ્ધ દિલથી અને પરોપકાર માટે જે કાર્ય થયું હોય તેની ટીકા કર્યા કરવી તે મૂર્ખતાનું પ્રદર્શન જ છે !