Western Times News

Gujarati News

બુમરાહે જાડેજાના અંદાજમાં ડાબા હાથથી બોલિંગ કરી

સિડની: બુધવારે નેટ પ્રેક્ટિસ દરમિયાન ભારતીય ખેલાડીઓએ કંઈક એવું કર્યું જે ફેન્સને પણ પસંદ આવી રહ્યું છે. ખાસ કરીને જસપ્રીત બુમરાહે જે પ્રકારની સ્કીલ્સ બતાવી તેને જોઈને સૌ કોઈ દંગ રહી ગયું. બુધવારે બીસીસીઆઈએ પોતાના ટિ્‌વટર હે્‌ડલ પર શેર કર્યો છે, જેમાં રવિન્દ્રા જાડેજા, પૃથ્વી શો અને જસપ્રીત બુમરાહ એકબીજાની બોલિંગ એક્શન કોપી કરી રહ્યા છે. બુમરાહે જાડેજાની બોલિંગ એક્શન કોપી કરી જ્યારે જાડેજાએ બુમરાહની એક્શન કોપી કરી. બીસીસીઆઈના વિડીયોમાં સૌથી પહેલા જેડાજા બુમરાહની બોલિંગ એક્શન કોપી રહે છે.

તેણે ડાબા હાથથી જ બુમરાહની જેમ બોલિંગ કરી. આ બાદ પૃથ્વી શો મહાન લેગ સ્પિનર અનિલ કુંબલેના અંદાજમાં લેગ સ્પિન કરતા દેખાય છે. આ બાદ બુમરાહનો નંબર આવ્યો. તેણે જાડેજાના અંદાજમાં સ્પીન બોલિંગ કરી. બુમરાહે જાડેજાની બોલિંગ એક્શન દિટ્ટો કોપી કરી હતી. આટલું જ નહીં તેણે ડાબા હાથથી ફેંકેલો બોલ સ્પમ્પની એકદમ નજીક પડે છે. તેની આ સ્કીલ્સ જોઈને ફેન્સ પણ ચોંકી ગયા. સામાન્ય રીતે રાઈટ આર્મથી બોલિંગ કરતા ખેલાડી માટે લેફ્ટ આર્મથી બોલિંગ કરવી મુશ્કેલ થતી હોય છે.

પરંતુ બુમરાહને જોઈને એવું લાગતું જ નથી કે તે પહેલીવાર લેફ્ટ આર્મથી બોલિંગ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં વન-ડે, ટી-૨૦ અને ટેસ્ટ સીરિઝ રમવાની છે. આ માટે આઈપીએલ ખતમ થયા બાદથી જ ટીમના સદસ્યો યુએઈથી જ ઓસ્ટ્રેલિયા માટે રવાના થઈ ગયા હતા. જ્યાં તેઓ ક્વોરન્ટિનમાં છે પરંતુ બાયો બબલમાં હોવાના કારણે તેમને પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.