બબીતાએ બાબાનું દિલ બોલ્ડ અદાથી લૂંટી લીધું
મુંબઇ: એમએક્સ પ્લેયર પર રિલીઝ થયેલી વેબસીરિઝ આશ્રમ હાલમાં ખુબજ ચર્ચામાં છે. પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત આ વેબસિરીઝમાં બોબી દેઓલ લીડ રોલમાં છે. ઘણાં કારે આ વેબસીરીઝ વિવાદમાં ઘેરાયેલી છે. આ વચ્ચે આશ્રમ ૨માં બબીતાનો રોલ અદા કરનારી ત્રિધા ચૌધરી સોશિયલ મીડિયામાં છવાઇ ગઇ છે.
સીરીઝમાં ત્રિધા ચૌધરીનો ખુબજ બોલ્ડ અવતાર જોવા મળે છે. આશ્રમ ૨માં ત્રિધા ચૌધરીએ ન ફક્ત તેની અદકારી પણ બોલ્ડનેસથી સૌનું દિલ જીતી લીધુ છે. આશ્રમ સીઝન ૨માં ત્રિધા ચૌધરીએ બોબી દેઓલ ઉર્ફે કાશીરામ બાબાની સાથે બોલ્ડ સીન આપીને ઇન્ટરનેટ પર સનસની મચાવી દીધી હતી. આ વચ્ચે ત્રિધાની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છવાઇ ગઇ છે. આશ્રમમાં ત્રિધાનો જે બોલ્ડ અવતાર જોવા મળે છે.
રિઅલ લાઇફમાં પણ તે કંઇક આવી જ છે. આશ્રમ ૨ દ્વારા ચ્રચામાં આવેલી ત્રિધા આ પહેલાં ઘણી ફિલ્મોમાં નાના મોટા રોલ કરી ચૂકી છે. તેણે હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને બંગાળી જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. હાલમાં જ ત્રિધા એમેઝોન પ્રાઇમ વીડિયોઝ ઓરિજિનલની બંદિશ બેંડિટ્સમાં પણ લિડ રોલમાં નજર આવી હતી. આ ઉપરાંત ત્રિધા ટીવી પર તેની એક્ટિંગનાં જલવા વીખેરી ચૂકી છે. સ્ટાર પ્લસનાં શો દહેલીઝમાં તે નજર આવી હતી. ત્રિધાએ વર્ષ ૨૦૧૩માં એક્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં કદમ મુક્યા હતાં. તેણે બંગાળી ફિલ્મ ‘મિશેૌર રોહોસ્યો’થી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી.