કોવિશીલ્ડ વેકસીન પુરી રીતે સુરક્ષિત અને ઇમ્યુનોજેનિક: સીરમ
નવીદિલ્હી, કોરોના વાયરસની રસી બનાવનારી કંપની સીરમ ઇસ્ટીટયુટ ઓફ ઇન્ડિયા (સીઆઇઆઇ)એ કહ્યું કે તેમની કોરોના વેકસીન કોવિડશીલ્ડ પુરી રીતે સુરક્ષિત અને ઇમ્યુનોજેનિક છે આ પહેલા કોવિડ ૧૯ના સંભવિત ટીકા કોવિડશીલ્ડના પરીક્ષણમાં સામેલ એક વ્યક્તિએ સીરમ પર આરોપ લગાવ્યો હતો કે તેમની વેકસીનના કારણે તેને ગંભીર ન્યુરોલોજિકલ સમસ્યા અને જ્ઞાનેન્દ્રી સંબંધી સમસ્યાઓ સહિત ગંભીર દુષ્પ્રભાવોનો સામનો કરવો પડયો જાે કે સીરમ ઇસ્ટીટયુએ તેના આરોપોને ફગાવી દીધા હતાં.
સીરમ ઇસ્ટીટયુટ ઓફ ઇન્ડિયાએ કહ્યું કે કોવિશિલ્ડ સુરક્ષિત અને ઇમ્યુનોજેનિક છે વેકસીનના કારણે ચેન્નાઇના વોલંટિયરની સાથે કોઇ દુર્ઘટના થઇ નથી ટ્રાયલમાં તમામ વિનિયામક અને નૈતિક પ્રતિક્રિયાઓ અને દિશાનિર્દેશોનું પાલન કર્યું છે પ્રિંસિપલ ઇન્વેસ્ટિંગેટર ડીએસએમબી અને એથિકસ કમિટિએ કહ્યું કે ટીકાના પરીક્ષણની તેમની સ્થિતિની સાથે કોઇ સંબંધ નથી કંપનીએ આગળ કહ્યું કે કંપનીની પ્રતિષ્ઠાને બચાવવા માટે કાનુની નોટીસ મોકલવામાં આવી જે ખોટી રીતે રજુ કરવામાં આવી રહી છે.
હકીકતમાં કોરોના વાયરસની રસી બનાવનારી કંપની સીરમ ઇસ્ટીટયુટ ઓફ ઇન્ડિયા (સીઆઇઆઇ)ને કોવિડ ૧૯ની સંભવીત રસીના પરીક્ષણમાં સામેલ એક વ્યક્તિના આરોપોને રદ કરી દીધા છે. કંપનીએ ખોટા આરોપ લદાવવાને લઇ ભારે ભરકમ દંડ વસુલવાની પણ ધમકી આપી કોવિડશીલ્ડના પરીક્ષણમાં ચેન્નાઇમાં ભાગ લેનાર એક ૪૦ વર્ષીય વ્યક્તિએ આરોપ લગાવ્યો કે ગંભીર ન્યુરોજિકલ સમસ્યા અને જ્ઞાનેન્દ્રી સંબંધી સમસ્યા સહિત ગંભીર દુષ્પ્રભાવોનો સામનો કરવો પડયો છે.વ્યક્તિએ સીરમ ઇસ્ટીટયુટ તથા અન્યથી પાંચ કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે તેના પરીક્ષણ પર રોક લગાવવાની પણ માંગ કરી છે.
સીરમ ઇસ્ટીટયુટ ઓફ ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું કે નોટીસમાં લગાવવામાં આવેલ આરોપ દુર્ભાવનાપૂર્ણ અને ખોટા છે. સીરમ ઇસ્ટીટયુટ ઓફ ઇન્ડિયા ઉપરોકત વ્યક્તિની ચિકિત્સા સ્થિતિ પ્રત્યે સહાનુભૂતિ રાખે છે પરંતુ રસીના પરીક્ષણને તેની સ્થિતિ સાથે કોઇ સંબંધ નથી કંપનીએ કહ્યું કે તે વ્યક્તિ પોતાના આરોગ્ય સંબંધી મુશ્કેલીઓ માટે ખોટી રીતે રસીને જવાબદાર બતાવી રહ્યાં છે.
કંપનીએ કહ્યું કે તે આવા આરોપોથી પોતાનો બચાવ કરશે અને ખોટા આરોપો માટે ૧૦૦ કરોડ રૂપિયા સુધીનો માનહાનીનો દાવો કરી શકે છે પુણે સ્થિતિ સીરમ ઇસ્ટીટયુટ ઓફ ઇન્ડિયાએ ઓકસફોર્ડ યુનિવર્સિટી અને ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાજેનેકાની સાથે મળી કોવિડ ૧૯ રસી કોવિશીલ્ડ બનાવવા માટે ગઠજોડ કર્યું છે. સીરમ ઇસ્ટીટયુટ ભારતમાં આ રસીનું પરીક્ષણ પણ કરી રહી છે.HS