Western Times News

Gujarati News

રાજદે ત્રણ મોટા નેતાઓને વિરોધી ગતિવિધી માટે બરતરફ કર્યા

પટણા,બિહાર વિધાનસભા ચુંટણીમાં હાર બાદ હવે રાજદ એકસનમાં આવી ગઇ છે.અહેવાલો અનુસાર રાજદે પાર્ટી વિરોધી કામ કરવાના આરોપમાં ત્રણ નેતાઓને બરતરફ કરી દીધા છે.આ નેતાઓ પર આરોપ છે કે પાર્ટીના સત્તાવાર ઉમેદવારોને હરાવવા માટે તેમની ભૂમિકા મહત્વની રહી હતી. રાજદના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહના દિશાનિર્દેશ અને હરિસિધ્ધ વિધાનસભાના પૂર્વ રાજદ ધારાસભ્ય કુમાર નાગેન્દ્ર બિહારની ઇચ્છા પર હરિસિધ્ધિ તાલુકા અધ્યક્ષ મોહનલાલ સહની, રાજદના યુવા સેવના અધ્યક્ષ સંજય યાદવ અને તુરકૌલિયા તાલુકાના અધ્યક્ષ રાજદેવ યાદવને પાર્ટીના પદ અને પ્રાથમિક સભ્ય પદેથી છ વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા છે.

સુત્રોનું માનવામાં આવે તો બિહાર ચુંટણીમાં હાર બાદ રાજદ તે તમામ નેતાઓ પર એકશન લઇ રહી છે જે ચુંટણીમાં પાર્ટી વિરોધી કામમાં સામેલ હતાં આ સાથે જ પાર્ટી હવે હારેલી બેઠકો પર પણ તાકિદે મંથન શરૂ કરશે અને ૨૦૨૪ની લોકસભા ચુંટણીની તૈયારીઓમાં અત્યારથી જ લાગી જશે આ વખતે પાર્ટી પક્ષ વિરોધી તમામ પાસાઓની સઘન તપાસ કરી મંથન કરી તે એકશન લેવાના મુડમાં છે.

સુત્રોએ જણાવ્યું હતું કે પાર્ટીએ એવો પણ નિર્ણય લીધો છે કે ત્રણ મહીનામાં એનડીએની નવી સરકારે આપેલા વચનો પુરા નહીં કરે તો રાજદ ગઠબંધન તેનો વિરોધ કરશે અને માર્ગો ઉપર ઉતરી આવશે.રાજદનું માનવુ છે કે બિહારની પ્રજાએ નીતીશકુમારને નકારી દીધા છે પરંતુ છેંતરપીડી કરીને તેઓ ફરી મુખ્યમંત્રીની ખુરશી પર આવ્યા છે.જાે કે તેઓ વચનો પુરા નહીં કરે તો અમે આંદોલન કરીશું અમે જનતાનો અવાજ માર્ગો અને વિધાનસભામાં ઉઠાવીશું અને મજબુત વિરોધ પક્ષ સાબિત થઇશું અને લોકસભાની ચુંટણીમાં એનડીએને પરાજય આપીશું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.