કાયદો કોઈ પણ રીતે ખેડૂત વિરોધી નથી : રવિશંકર પ્રસાદ
નવી દિલ્હી: કૃષિ કાયદા વિરુદ્ધ સતત ૭માં દિવસે ખેડૂતોનું પ્રદર્શન દિલ્હી-હરિયાણા બોર્ડર પર ચાલુ છે. આ અગાઉ મંગળવારે ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે વાતચીતનું કોઈ પરિણામ આવ્યું નહીં અને સરકારે ખેડૂતો પાસે જોગવાઈઓ પર લેખિતમાં આપત્તિઓ અને સૂચનો માંગ્યા છે.
આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કૃષિ કાયદા પર સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે કાયદો કોઈ પણ રીતે ખેડૂત વિરોધી નથી. કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વીટ કરીને કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર દ્વાલા લાગુ કરાયેલા નવા કૃષિ કાયદા જરાય ખેડૂતો વિરોધી નથી. ઉલ્ટું તે ખેડૂતોને વધુ બળ આપે છે.
આ બિલ હેઠળ એમએસપીનું સુરક્ષા જાળું તો બની જ રહેશે અને નવા વિકલ્પોને પણ જોડીશું જે ખેડૂતો પાસે છે. રવિશંકર પ્રસાદે પોતાની ટ્વીટમાં એક ગ્રાફિક શેર કર્યો જેમાં તેમણે કૃષિ કાયદાને લઈને મિથક અને તથ્ય અંગે જાણકારી આપી. મિથકમાં લખ્યું છે કે બિલ ખેડૂતો વિરોધી છે.
કારણ કે તેમને કોઈ સુરક્ષા આપતું નથી. જ્યારે તથ્યમાં લખ્યું છે કે એમએસપીની સુરક્ષા જાળું બની રહેશે. આ બિલ એ વિકલ્પોને જોડશે જે ખેડૂતો પાસે છે. ખેડૂતો ખાદ્ય ઉત્પાદન કંપનીઓ સાથે ઉત્પાદનના વેચાણ માટે પ્રત્યક્ષ કરારમાં પ્રવેશ કરી શકશે.
ખેડૂતોના પ્રદર્શનના ૭માં દિવસે દિલ્હી-યુપી બોર્ડર પર ખેડૂતોની સંખ્યા વધવા લાગી છે. યુપી ગેટ પર ગાજીપુર પાસે અલગ અલગ જિલ્લાઓમાંથી ખેડૂતો પહોંચી રહ્યા છે અને સતત ભીડ વધી રહી છે. આ અગાઉ મંગળવારે આંદોલન કરી રહેલા ખેડૂતો ઉગ્ર થયા હતા અને ટ્રેક્ટરથી દિલ્હી પોલીસની બેરિકેડ તોડી હતી આ બાજુ આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ પણ મંગળવારે કાર્યકરો સાથે ધરણા સ્થળે પહોંચ્યા હતા અને ખેડૂતોને પોતાનું સમર્થન આપવાની જાહેરાત કરી હતી.