Western Times News

Gujarati News

ચંદ્રની સપાટી પર સફળતાથી ચીને અંતરિક્ષયાન ઉતાર્યું

બીજિંગ: ચીનએ અંતરિક્ષમાં ફરી એકવાર મોટી સફળતા મેળવી છે. ચીને મંગળવારે અંતરિક્ષયાન ચાંગ ઈ-૫ને સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર ઉતાર્યું છે. ચંદ્રની સપાટી પર ચાંગ ઈ-૫ને ઉતાર્યા બાદ ચીનની નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશને કહ્યું કે, આ અંતરિક્ષયાન ચંદ્રની સપાટી પર પૂર્વ નિર્ધારિત સ્થળની બિલકુલ પાસે ઉતર્યું છે. આ યાન ચંદ્રની સપાટીથી નમૂનાઓને એકત્ર કરશે. ચીનના ઈતિહાસમાં આવું પહેલીવાર થયું છે કે ચંદ્રના નમૂનાઓને એકત્ર કરવા માટે ચાંગ ઈ-૫ નામના મિશનના માધ્યમથી સપાટી પર એક રોબોટને ઉતારવામાં આવ્યો હોય. તે ચંદ્રના નમૂનાઓને એકત્ર કરશે અને પૃથ્વી પર પરત ફરશે.

સ્પેસ એડમિનિસ્ટ્રેશન તરફથી કહેવામાં આવ્યું છે કે ચાંગ ઇ-૫ અંતરિક્ષ યાનનો ઉદ્દેશ્ય પહેલાથી અસ્પષ્ટીકૃત ક્ષેત્રથી ચંદ્રના ખડક અને ધૂળના ૪ પાઉન્ડને એકત્ર કરવાનો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નમૂનાઓ દ્વારા ચંદ્રની અગાઉની જ્વાળામુખી ગતિવિધિઓ વિશે નવી જાણકારી મળી શકે છે. ચીનનું આ મિશન સફળ થાય છે તો તે અમેરિકા અને સોવિયત સંઘ બાદ મૂન – રોકના નમૂનાઓને પૃથ્વી પર લાવનારો ત્રીજો દેશ બની જશે. સ્પેસ એડમિનિસ્ટ્રેશન તરફથી કહેવામાં આવ્યું છે કે ચાંગ ઈ-૫ અંતરિક્ષ યાનનો ઉદ્દેશ્ય પહેલાથી અસ્પષ્ટીકૃત ક્ષેત્રથી ચંદ્રના ખડક અને ધૂળના ૪ પાઉન્ડને એકત્ર કરવાનું છે.

આ એક જ્વાળામુખીય મેદાન છે જેને મોન્સ રૂમર કહેવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નમૂનાઓ દ્વારા ચંદ્રની અગાઉની જ્વાળામુખીય ગતિવિધિઓ વિશે જાણકારી મળી શકે છે. આ યાનને ચંદ્રની સપાટી પર પહોંચવા માટે ચીનના શક્તિશાળી લોંગ માર્ચ-૫ રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રોકેટ તરલ કેરોસિન અને તરલ ઓક્સિજનની મદદથી ચાલે છે. આ મિશન દ્વારા ચીન ચંદ્ર વિશે જાણકારી વધારશે અને ત્યાં માનવ વસાહતો ઊભી કરવામાં મદદ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.