Western Times News

Gujarati News

અમદાવાદમાં સૌથી મોંઘા ભાવે પ્લોટનો સોદો થયો

File photo

અમદાવાદ: શહેરના પોશ એવા ઈસ્કોન સર્કલ પાસે એક જમીનનો રેકોર્ડતોડ ભાવે સોદો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના જ બે બિલ્ડરોએ આ જમીન ૫,૦૦૦ ચોરસ વાર જેટલી આ જમીન ૩ લાખ રુપિયા પ્રતિ વારના ભાવે ખરીદી છે.

આ સોદો ૧૫૦ કરોડ રુપિયાની આસપાસ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા સૂત્રોનું માનીએ તો અમદાવાદમાં પ્રતિ ચોરસવાર જમીનના ત્રણ લાખ રુપિયા ભાવ અપાયો હોય તેવો આ પહેલો કિસ્સો છે. એક તરફ કોરોનાને કારણે રિયલ એસ્ટેટ સાવ ઠપ્પ છે,

ત્યારે આ રેકોર્ડબ્રેક ભાવે થયેલો સોદો બિલ્ડર લોબીમાં ચર્ચાસ્પદ બન્યો છે. એક રિયલ એસ્ટેટ ડેવલપરે આ ડીલ અંગે જણાવ્યું હતું કે આ સોદો એ વાત સાબિત કરે છે કે હજુય શહેરમાં આ પ્રકારના હાઈ-એન્ડ પ્રોજેક્ટ્‌સની ડિમાન્ડ છે.

૧૫૦ કરોડના કહેવાતા આ સોદામાં રાજ્ય સરકારને ૯ કરોડ રુપિયા જેટલી આવક થવાનું પણ અનુમાન છે. હાલ ઈસ્કોન સર્કલની આસપાસ જમીનનો ભાવ ૨.૨૫ લાખ રુપિયા પ્રતિ વાર ચાલી રહ્યો છે, તેવામાં જો આ સોદો જો ખરેખર ૩ લાખ રુપિયા પ્રતિ ચોરસ વારના ભાવે થાય તો આ વિસ્તામાં થયેલી આ સૌથી મોંઘી ડીલ હશે.

જો કોઈ જમીનનો ૬૦,૦૦૦-૭૦,૦૦૦ રુપિયા પ્રતિ વારના ભાવે સોદો થાય અને તેના પર હાઈરાઈઝ બિલ્ડિંગ બાંધવામાં આવે તો પણ તેની વેચાણ કિંમત ૩૫,૦૦૦-૪૫,૦૦૦ રુપિયા પ્રતિ ચોરસ વાર જેટલી રહેતી હોય છે.

તેવામાં જો આ ડીલ ત્રણ લાખ રુપિયાના ભાવે થાય તો તેના પર બનનારા બિલ્ડિંગનો વેચાણ ભાવ પણ ઘણો ઉંચો રહેશે. આ ક્ષેત્રના એક એક્સપર્ટના જણાવ્યા અનુસાર આ પ્રકારના મોટા પ્રોજેક્ટમાં કન્સ્ટ્રક્શન કોસ્ટ ૨૫ હજાર રુપિયા પ્રતિ ચોરસ ફુટ જેટલી રહેતી હોય છે. તેવામાં જો આ જમીન પર ફ્લેટ બનાવવામાં આવે તો તેની કિંમત ૪-૫ કરોડ રુપિયા જેટલી રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.