Western Times News

Gujarati News

માસ્ક વગર નિકળનારાએ કોવિડ કેર સેન્ટરમાં સેવા આપવી પડશે

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે માસ્ક ન પહેરતા લોકોને લઈને મહત્વનો ર્નિણય લીધો છે. જે મુજબ હવે માસ્ક વગર ફરતા લોકોએ કોવિડ કેસ સેન્ટરમાં ૫થી ૬ કલાક સેવા આપવી પડશે. માસ્ક પહેર્યા વિના ફરતા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત કોમ્યુનિટી સર્વિસ આપવી પડશે.

માસ્ક નહીં પહેરનાર વ્યક્તિને રોજના પાંચથી છ કલાક સેવા કરવી પડશે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આ મુદ્દે જાહેરનામુ બહાર પાડી તાત્કાલિક અમલ કરાવવા હુકમ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, તે જાહેરનાનું બહાર પાડીને માસ્ક ન પહેરનારા લોકો પાસેથી નોન મેડિકલ કોલેજ સેન્ટરમાં કોમ્યુનિટી સર્વિસ આદેશ કરે.

આ કોવિડ સેન્ટરમાં જમવાનું બનાવવા, સાફ-સફાઈ તેમજ ડેટા એન્ટ્રી કરવા અને દવાઓની હેરાફેરી કરવા જેવા કામગીરીનો સમાવેશ થાય છે. હાઈકોર્ટના આદેશ મુજબ ૫થી ૧૫ દિવસ દરમિયાન દરરોજ ઓછામાં ઓછા ૫થી ૬ કલાક સુધી કોવિડ કેસ સેન્ટરમાં સર્વિસ કરવી પડશે. જણાવી દઈએ કે, રાજ્યમાં અમદાવાદ સહિત ચાર શહેરોમાં નાઈટ કર્ફ્‌યૂ યથાવત છે, તેમજ માસ્ક વગરના લોકો પાસેથી ૧૦૦૦ રૂપિયા દંડ વસુલવામાં આવી રહ્યો છે.

તેમ છતાંય લોકો રાત્રિ દરમિયાન બહાર રખડતા જોવા મળે છે. જેની ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે અને માસ્ક વગરના લોકોને કોવિડ સેન્ટરમાં કરાવવા સુધીના કડક પગલા લેવા રાજ્ય સરકારને આદેશ કરવામાં આવ્યો છે.

હાઈકોર્ટના આદેશ મુજબ હવેથી જો તમે માસ્ક પહેર્યા વિના ફરતા જોવા મળ્યા તો તમે માત્ર દંડ ભરીને છૂટી શકશો નહીં. દંડ ભરવાની સાથે હવે તમારે ૫-૧૫ દિવસ કોવિડ સેન્ટરોમાં સેવા કરવાની ‘સજા’ પણ ભોગવવી પડશે. અગાઉ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે. બીર. પારડીવાલાની ખંડપીઠે માસ્ક વિના ફરતા વ્યક્તિઓને ‘સુપર સ્પ્રેડર’ ગણાવીને તેમને નિયમ-કાયદાનો ડર બતાવવો જરૂરી હોવાનું કહ્યું હતું.

હાઈકોર્ટનું કહેવું છે કે, આવા બેજવાબદાર વ્યક્તિઓને કોવિડ સેન્ટરોમાં મોકલવાનો દંડ લાગશે તો તેઓ જીવનભર ભૂલી શકશે નહીં. માસ્ક નહીં પહેરનારાઓને કોવિડ સેન્ટરોમાં સામાજિક સેવા માટે મોકલવા વિશે વિશેષ પરિપત્ર કે જાહેરનામું કરવા અંગે સરકારને આદેશ કરવામાં આવ્યો છે.

સાથે હાઈકોર્ટેનું કહેવું છે કે, અમારા મતે માસ્ક નહીં પહેરાનારાને દંડ લઈને છોડી દેવા કરતાં તેમને કોરોના સેન્ટર્સમાં નોન-મેડિકલ સર્વિસ કરવા ૫-૧૫ દિવસ માટે મોકલવા જોઈએ. કડક નિયમનો અમલમાં આવવાથી જ લોકો ફરજિયાત માસ્ક પહેરવાના નિયમનો અમલ કરશે અને કોરોનાના સંક્રમણને વધતું અટકાવી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.