વેક્સીન ડોઝ બુકિંગ કરાવવા મામલે ભારત નંબર-1
નવી દિલ્હી, કોરોના વાયરસ સામેની જંગમાં ભારત પોતાની મજબૂત ઉપસ્થિતિ નોંધાવી રહ્યું છે. ડ્યૂક યુનિવર્સિટીના ડેટા જણાવે છે કે કોરોના વેક્સીનના ડોઝના બુકિંગ મામલે ભારત પહેલા નંબર ઉપર છે. ભારતે 160 કરોડ વેક્સીન ડોઝનો ઓર્ડર આપ્યો છે. બીજી તરફ, ભારત બાદ વેક્સીન બુક કરાવવા મામલે બીજા નંબર પર યૂરોપિયન યૂનિયન અને ત્રીજા નંબર પર અમેરિકાનું નામ છે. જોકે, વેક્સીનનું મળવું ટ્રાયલના પરિણામો પર નિર્ભર કરે છે.
કોરોના વાયરસનો સામનો કરવા માટે વ્યક્તિને વેક્સીનના બે ડોઝની જરૂર પડશે. આ હિસાબથી જોવા જઈએ તો ભારતના 80 કરોડ નાગરિકો માટે વેક્સીનના ડોઝનું કન્ફર્મ બુકિંગ થઈ ગયું છે. ગત નવેમ્બરમાં પણ સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનએ કહ્યું હતું કે ભારત 50 કરોડ વેક્સીન ડોઝ માટે વેક્સીન નિર્માતા કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે.
રતે ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા (Oxford-AstraZeneca)ની વેક્સીન ઉમેદવાર એટલે કે કોવિશીલ્ડ (Covishield)ના 50 કરોડ ડોઝ બુક કરાવ્યા છે. બીજી તરફ, ડ્યૂક યુનિવર્સિટીના હાલના ડેટા મુજબ ભારતે સૌથી વધુ ભરોસો નોવોવેક્સ (Novavax) પર દર્શાવ્યો છે. આ વેક્સીનના 100 કરોડ ડોઝનું બુકિંગ કરાવવામાં આવ્યું છે. ભારતે ત્રણ આંતરરાષ્ટ્રીય વેક્સીન કેન્ડિડેટના ડોઝ બુક કરાવ્યા છે.
કેનેડા અને બ્રિટન સૌથી આગળ – કેનેડા અને બ્રિટનએ પોતાના નાગરિકો માટે 7 કંપનીઓ સાથે વાત કરી રાખી છે. વેક્સીન ડોઝ બુકિંગના હિસાબથી આ સંખ્યા કોઈ પણ દેશથી વધુ છે. બીજી તરફ અમેરિકા અને યૂરોપિયન યૂનિયને 6-6 વેક્સીન કંપનીઓ સાથે ડીલ કરી છે