Western Times News

Gujarati News

સેવાલીયામાં કોરોનાથી બચવા ઇમ્યુનિટી વાળી દવાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતે આજરોજ વૈશ્વીક મહામારી તરીકે જાહેર કરવામાં આવેલ કોવિડ-૧૯નું સંક્રમણ અટકાવ વા અને લોકોમાં રોગ પ્રતિકારણ શક્તિ વધારવા હમદર્દ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, સેવાલીયા દ્વારા હોમીઓપેથીક દવાનું વિતરણ કરવા માં આવ્યું હતું.

જેનો લગભગ ૧૦૦થી વધુ લાભાર્થી ઓએ લાભ લીધો હતો. અને ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી. ડૉ. અરુણ પંડ્યાની દેખરેખ હેઠળ દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હોમીઓપેથીક આરસેનીકમ આલબમ, ૩૦સી દ્વારા બનાવવામાં આવેલ દવાનું વિતરણ કરવા માં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.