Western Times News

Gujarati News

કચ્છ જતી એમ્બ્યુલન્સ પલટી ખાઈ જતાં પિરવારનાં ૩નાં મોત

હળવદ: અમદાવાદથી કચ્છ જઈ રહેલી એમ્બ્યુલન્સને અકસ્માત નડતા એક જ પરિવારના ૩ સભ્યોના મોત થયું હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં અન્ય બે લોકોને ઈજાએ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ હળવદના ધનાળા ગામના પાટિયા પાસે રાત્રે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ કચ્છ જતા એક પરિવારને આ ગોઝારો અકસ્માત નડ્યો હતો. મળતી માહિતા પ્રમાણે આ પરિવાર માંડવીના લયજા ગામના ગઢવી પરિવારના સભ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ માંડવીનો આ પરિવાર અમદાવાદમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીને ડિસ્ચાર્જ અપાતા ખાનગી એમ્બ્યુલન્સમાં પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે હળવદ ધનાળા ગામના પાટિયા પાસે પહોંચતા ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા એમ્બ્યુલન્સ પલ્ટી ખાઈ ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. જેમાં પરિવારના ૩ સભ્યોના મોત થયા હતા. આમ જીવ બચાવતી એમ્બ્યુલન્સ જ મોતનું કારણ બની ગઈ. હળવદ નજીક સર્જાયેલા અકસ્માતમાં ગઢવી પરિવારના ૩ સભ્યોના મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે રામભાઈ નારાયણભાઈ ગઢવી (૩૫ વર્ષ) અને ડ્રાઈવર પિન્ટુભાઈ (૨૭ વર્ષ)ને ઈજાઓ થતાં સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી મૃતકોના ઓળખ અંગે તપાસ હાથ ધરી છે. વડનગરમાં સર્જાયેલા કરુણ અકસ્માતના પગલે વિસનગરમાં શોકનું મોજું ફેલાઈ ગયું હતું.

જેમાં એક્ટિવા પર વડનગરથી પરત ફરી રહેલા ત્રણ યુવકોને લોખંડના સળિયા ભરેલી આઈશરે ટક્કર મારી હતી. બ્લિસ સ્કૂલ નજીક બનેલી આ ઘટનામાં ત્રણેય યુવકોના સ્થળ પર જ મોત થયા હતા. મૃતકો વિસનગરના આથમણા વાસમાં રહેતા હોવાથી સમગ્ર વિસ્તાર શોકમય બન્યો હતો. હળવદના ધનાળા ગામના પાટિયા પાસે આજે રાત્રીના આશરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ કચ્છમાં જતા ગઢવી પરિવારને ગોઝારા અકસ્માત નડ્યો હતો જેમાં એક જ પરીવારના ત્રણ સ્વજનો મોતને ભેટયા હતા જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત થતા ૪સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જે એમ્બ્યુલન્સ દર્દીના જીવનને બચાવવા માટે હોય છે

તેને જ અકસ્માત નડી જતા એમ્બ્યુલન્સ મોતનું કારણ બની જતા માતમ છવાયો છે. બનાવની વિગત એવી છે કે મોરબી જિલ્લાના હળવદના ધનાળા ગામના પાટીયા પાસે મોડી રાત્રીના ૧૨.૩૦ વાગ્યાની આસપાસ ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમા એકજ પરીવારના ત્રણ સ્વજનોના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. જેમાં આ પરિવાર માંડવીના લયજા ગામના ગઢવી પરીવારના સભ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ પરિવાર અમદાવાદ હોસ્પિટલે સારવારમાં રહેલા દર્દીની તબિયત સુધરતા અમદાવાદ હોસ્પિટલેથી રજા લઇને ખાનગી એમ્બ્યુલન્સમા પોતાના ઘરે પરત જઇ રહ્યા હતા

ત્યાં હળવદના ધનાળા ગામના પાટીયા પાસે પહોચતા ડ્રાઇવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ગાડી પલ્ટી ખાઇ ગઇ હતી.અને અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમા ગઢવી પરીવારના એકજ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. અકસ્માતમાં પલ્ટી જનાર એમ્બ્યુલન્સ બુકડો બોલેલી હાલતમાં જાેવા મળતા અકસ્માત કેટલો ગંભીર હશે તે જાણવા મળી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.