અમેરિકા બાદ ચંદ્ર પર પોતાનો ઝંડો ફરકાવનાર બીજો દેશ ચીન
બિજિંગ, ચીન ચંદ્ર પર અમેરિકા બાદ પોતાનો ઝંડો ફરકાવનાર દુનિયાનો બીજો દેશ બની ગયો છે. આ પહેલા અમેરિકાએ 1968માં પોતાનો ધ્વજ ફરકાવ્યો હતો.જોકે હવે ચીને આ કારનામુ કર્યુ છે.ચીનની અવકાશી સંસ્થા નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશને ચંદ્રની સપાટી પર ચીનનો ધ્વજ લહેરાતો હોય તેવી તસવીર પણ રિલિઝ કરી છે.આ તસવીર ચંદ્રની સપાટી પરથી નમૂના એકઠા કરવા પહોંચેલા ચીનના યાન ચાંગ ઈ-5 પર લાગેલા કેમેરાથી લેવામાં આવી હતી.
અમેરિકા જોકે 1969 થી 1972 સુધીના સમયગાળામાં પાંચ વખત પોતાના ઝંડા ફરકાવી ચુક્યુ છે.ચીને આવુ પહેલી વખત કર્યુ છે.એવી જાણકારી મળી છે કે, 2019માં ચાંગ ઈ-4 યાનને ચીને જંદ્ર પર મોકલ્યુ હતુ.જોકે યાન જ્યાં ઉતર્યુ હતુ ત્યાં તે સમયે અંધારુ હતુ.તે વખતે યાન દ્વારા આ ઝંડલો લોન્ચ કરવામાં આવ્યો હતો.
જોકે હવે લગભગ એક વર્ષ બાદ ચીને આ ઝંડાની તસવીર રિલિઝ કરી છે.ચીનનુ યાન ચંદ્ર પરથી નમૂના એકઠા કરીને પાછુ ફરી રહ્યુ છે.એ પહેલા તેણે તસવીર લીધી હતી.ચીનનો ઝંડો બે મીટર પહોળો અને 90 સેમી લાંબો છે.જેનુ વજન એક કીલો જેટલુ છે. ચીને છેલ્લા સાત વર્ષમાં પાંચમુ મૂન મિશન સફળતાપૂર્વક પાર પાડ્યુ છે.