Western Times News

Gujarati News

દમનું અકસીર ચૂર્ણ, શ્રૃંગી કંટફલ

મારા એક સંબંધી ચારેક મહિના પહેલાં ચિંતાતુર થઈને મને મળવા આવ્યા. તેઓ વડીલ હતા. થોડી ઘણી વાતો બાદ એમણે પોતાની અસ્થમાની તકલીફ બતાવતા કહ્યું કે, આ તકલીફ ધીમે-ધીમે વધતી જાય છે. દમની આ તકલીફ વારસાગત હોવાનું તેમને ક્યાંકથી સાંભળ્યું હતું. દમની તકલીફ તેમને છેલ્લા ૧૫ વર્ષથી હતી. તેમને પૈસાની અછત ન હતી. જેથી તમામ પેથોલોજીકલ રિપોર્ટ અને તમામ પ્રકારની દેશી વિલાયતી દવાઓ કરી હતી. ચરી પણ નિયમિત પાળતા, દમન એલર્જી માટેની રસી પણ લીધેલી. પાશ્ચાત્ય ડોક્ટરોએ કહેલું કે ધૂળ-રજની એલર્જી આ રસીથી થઈ જશે, પણ તેમાં પણ ખાસ ફેર નહોતે પંપના લગાતાર અને સતત ઉપયોગ અને દવાઓમાં સ્ટીરોઈડ લઈને તેની સાઈડ ઈફેક્ટ તદઉપરાંત પરિણામ ન મળવાથી કંટાળી ગયા હતા. જેથી છાતીમાં દુખાવો થતો હતો. બે વખત ઈલાજ માટે લંડન, અમેરિકા જઈ આવ્યા હતાં. ત્યાં પણ દવાઓ અને ઇલાજ કરવા છતાં ખાસ ફેર પડતો ન હતો. બ્લડ રિપોર્ટમાં ઈએસઆર, ડબલ્યુબીસી કાઉન્ટ વધતા જતા હતા. ધીમે-ધીમે શરીર કૃશ-ક્ષીણ ઢીલું પડતું જતું હતું. શક્તિનો અભાવ એટલે અશક્તિ અને બેચેની વધતી જતી હતી. કામ કરવાનું મન થતું ન હતું.

આ તમામ લક્ષણો સ્વાભાવિક હતાં. કારણ કે આ રોગ સામે લડતાં લડતાં કોઈપણ મનુષ્યની રોગપ્રતિકારક અને જીવનીય શક્તિ ઓછી થતી જાય છે તેમનાં બાળકોમાં પણ શરદી-કફની પ્રકૃતિ હતી. બાળકોમાં પણ શરદી-કફની તકલીફ ઉંમર વધતાની સાથે વધતી જતી હતી. એમને પણ દમની તકલીફ થઈ જશે એવી ચિંતા અને ડર સતત રહ્યા કરતો હતો. આ બધી તકલીફો એમની ચિંતાનું મુખ્ય કારણ હતું. તેમને અને તેમના બાળકોમાં સ્નીંઝીગની તકલીફ એટલે કે છીંકો આવવી, ઉધરસ આવવી, નાકમાંથી પાણી પડવું, ખાંસી વગેરે વધતી જતી હતી.

આ રોગની વિશેષતા ગણો તો તે રોગના ુમલા જે તેમને થતા તે એટલા વિચિત્ર હતા કે તેમને દમ-સસણીની તકલીફ ઉનાળામાં ગરમી વધવાથી અધિક થઇ જતી. શિયાળા-ચોમાસામાં ઉનાળા કરતા દમની તકલીફ તેમને વધુ રહેતી. એમાં પણ જા તેઓ મુસાફરી કરે તો ધૂળની રજકણની એલર્જીને લીધે તથા જા સ્હેજ પણ વાતાવરણ બદલાય એટલે કે વાદળ થાય તો તેઓ આ રોગથી ત્રાસીને ત્રાહિમામ પોકારી ઊઠતા. દમના ઘણા દર્દીઓ એવા પણ છે કે જેમને પ્રથમ વરસાદ પડતા માટી ભીંજાઈને સુગંધ આવે કે તરત દમની તકલીફ શરૂ થાય છે.

અચાનક એમને યાદ આવ્યું કે ઘણા વર્ષાે પૂર્વે આવા જ અસ્થમાના દર્દીને લઈને તેઓ મારા પૂ.પિતાશ્રીને મળ્યા હતા. જે એક અગ્રણી વૈદ્ય હતા. એણની કોઈક દવાથી આ શ્વાસ-દમની તકલીફ દૂર થઈ હતી. એમની આ વાતે મને એમની ચિકિત્સા કરવામાં એક નવી દિશા બતાવી. ત્રણેક દિવસની દિવસ રાત શોધખોળના અંતે મને મારા બાપુજીના રેકોર્ડમાંથી શ્રૃંગીકંટફલ ચૂર્ણ અસ્થમાનો અકસીર ઉપાય એવું લખેલા થોડા કાગળ મળ્યા. મેં તાત્કાલિક આ પાવડર બનાવ્યો. શ્રૃંગીકંટફલ અને બીજી દવાઓથી મેં એમની ચિકિત્સા શરૂ કરી. આ દવાથી બીજા દિવસે સ્નીંઝીગની તકલીફો અને શ્વાસ ચઢતો બંધ થઈ ગયો. આવું આશ્ચર્યજનક પરિણામ જાઈને મેં શ્રૃંગીકંટફલ ચૂર્ણ મોટા પ્રમાણમાં તાજેતરમાં બનાવી મારા દર્દી માટે છૂટથી ઉપયોગ કર્યાે. જેઓ આજે ખૂબ જ આનંદિત થઈ મારા પિતાજીની આ દેનને યાદ કરે છે.

જ્યારે માનવીને હરતા-ફરતા કામ કરતા જાઈએ ત્યારે એવું અનુમાન કરીએ છીએ કે આ માનવીની શરીર સંપત્તિ સારી હશે પણ આ વ્યક્તિને દમ-શ્વાસથી પીડાતા જાઈએ ત્યારે આ દમ-શ્વાસનો હુમલો દર્દીને નિઃ સહાય સ્થિતિમાં શ્વાસ લેવા માટે તરફડિયા મારતો હોય ત્યારે તે માણસની સ્થિતિને પાણી વગર તરફડતી માછલી સાથે સરખાવવાનું સહજ મન થાય છે.
આયુર્વેદમાં આ રોગને મહાઘોર વ્યાધિ કહ્યો છે. કારણ કે આ રોગ જેટલો કષ્ટદાયી બીજા કોઈ રોગ નથી. સુશ્રુતસંહિતાનાં પાનાં ઊથલાવતાં આ રોગની પીડા પરથી ખ્યાલ આવ્યો છે કે પવન સાથે ફેલાતા અગ્નિ જેટલો ભયંકર છે. તેટલો જ દમ-શ્વાસ રોગ દુખદાયક તીવ્ર કષ્ટદાયી ભયંકર છે તેથી જ આચાર્ય ચરકે આ રોગને તીવ્ર વેદન કહ્યો છે. પાશ્ચાત્ય તબીબી વિજ્ઞાનમાં દમના રોગ માટે ઘણા ડોક્ટરોએ તેના સંશોધન માટે ખૂબ જ પરિશ્રમ કરેલા છે પણ તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. દમનો રોગ એક વખત થવાથી બાલબચ્ચાને પણ આ રોગ થશે જ તેવું નથી, પરંતુ અમુક પદાર્થાેની સહિષ્ણુતઃ એટલે કે એલર્જિક અસર કૌટુબીંક જાવામાં આવે છે. આ એલર્જીને લીધે ઘણા પરિવારોમાં દમની તકલીફ થાય છે. ક્યારેક કોઈ સભ્ય એમાંથી બચી જાય છે. એક કુટુંબમાંથી આ રોગવાળો સભ્ય બીજે રહેવા જાય તો તેને દમ મટી પણ જાય એવું પણ જાવા મળ્યું છે. આમ આ રોગ વારસાગત નથી તે નક્કી છે. આ રોગના વિચિત્ર હુમલામાં એક ૩૦ વર્ષની ઉંમરના બહેનનો દાખલો આપું. આ બહેનને શ્વાસનો હુમલો થયો કે તરત જ શ્વાસોચ્છવાસ લેવા માટે બારી-બારણાં ઉઘાડી નાંખ્યા હતાં. નિષ્ણાંત ચિકિત્સકે એડ્રિનાલીનનું ઈન્જેક્શન અને ઓÂક્સજન આપવાનું ચાલુ કર્યું. થોડો સમય રાહત જણાયા બાદ પાછો હુમલો જણાયો. આ તબક્કે રોગીને આયુર્વેદ સારવાર આપવાથી તુરંત લાભ જણાય છે.

શ્રૃંગીકંટફલ ચૂર્ણઃ
તાલીસપત્ર, લવિંગ, તજ, જાવંત્રી, અક્કલગરો, શુહિગુલ, જેઠીમધ, શીરો, હળદર, દારૂ હળદર, કપૂર, સોમ કલ્પક અપામાર્ગક્ષાર, જવક્ષાર, નાગરમોથ, લોબીનાં ફૂલ, સાકર, પુષ્પકર મૂળ, એલચી, ભારંગમૂળ, સૂંઠ, મરી, પીપર, વાંસકપૂર, અરડૂસીના પાન, પીપરીમૂળ બાવળની છાલ, ભોરીંગણીના મૂળનું ચૂર્ણ પીળો શ્વાસ કુકાર રસ મનશીલ (મરીયુક્ત) દરેક સરખા ભાગે. આ ચૂર્ણ તમામ પ્રકારના અને નિયમિત સમયે વારંવાર થનારા દમ, શ્વાસ, ખાંસી, સળેખમ વગેરેનું શમન કરવામાં ઉત્તમ છે. આ ચૂર્ણ તમામ પ્રકારના કાસનું શમન કરે છે. ઘણા દર્દીઓમાં સેંકડો વખત ખાંસવા છતાં કફ ચોંટેલા રહે છે. પણ છૂટો પડતો નથી. તેમના માટે પણ આ ચૂર્ણ આશિર્વાદ સમાન છે. પિત્તગત ઉધરસમાં કંઠમાં બળતરા, મુખમાં શોષ જળપાનની ઈચ્છા થવી, કફ છાતીમાં સુકાઈ જવો તથા ખાંસવાથી છાતીમાં દુખવું જેવા વગેરેે લક્ષણો હોય છે. આ પ્રકારની ઉત્તેજક ઉધરસપરઆ ચૂર્ણ ફાયદો બતાવે છે. શુષ્ક કફને શીથીલ કરીને આ ચૂર્ણ બહાર કાઢે છે અને શ્લેષ્મિક કક્ષાની ઉગ્રતા સમાવે છે. કોઈપણ પ્રકારની એલર્જી માટે પણ આ ઉત્તમ ઔષધ છે. મો.૯૮૨૫૦૦૯૨૪૧


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.