Western Times News

Gujarati News

ટાટા સ્ટારબક્સે અમદાવાદ અને સુરતમાં 5 નવા સ્ટોર્સ ખોલ્યા

ભારતમાં પોતાની હાજરીને વધુ મજબૂત બનાવી – અમદાવાદ અને સુરતમાં 5 નવા સ્ટોર્સ સાથે ગુજરાતમાં પ્રવેશ કર્યો

ટાટા સ્ટારબક્સ પ્રાઇવેટ લિમીટેડે ગુજરાતમાં બે શહેરોમાં પાંચ નવા સ્ટોર્સ ખોલીને ગુજરાતમાં પોતાના પ્રવેશની જાહેરાત કરી છે. સ્ટારબક્સ માટે ભારત સૌથી ઝડપથી વિકસતા બજારોમાંનુ એક બજાર કાયમ રહ્યું છે અને અમદાવાદ અને સુરતમાં વિસ્તરણ સાથે, આજની તારીખે સ્ટારબક્સ દેશભરમાં 10 શહેરોમાં પોતાની હાજરી ધરાવે છે. અમદાવાદ અને સુરત નવા સ્ટારબક્સના સ્ટોરનું હોમ રહેશે અને 8 ઓગસ્ટ 2019 પછી ગ્રાહકોને આવકારશે.

Mr. Navin Gurnaney, ceo, Tata Starbucks at Starbucks Prahlad Nagar store in Ahmedabad with Starbucks Partners

“ટાટા સ્ટારબક્સ ભારતમાં અતુલ્યયાત્રા ધરાવે છે અને અમારા માટે બ્રાન્ડ ન્યુ માર્કેટ એવલા ગુજરાતમાં પ્રવેશીને અમારા સાતમાં વર્ષની ઉજવણી કરતા અમે સન્માનની લાગણી અનુભવીએ છે. સમાન વર્ષમાં બે શહેરોમાં આગમન કરતા અમે ભારતમાં અમારી હાજરીને વિસ્તૃત કરવા માટે ઉત્સાહી છીએ અને વિશિષ્ટ ઓફરિંગ્સ અને બિનસમાંતરીત સ્ટારબક્સ અનુભવ સાથે અમારા ગ્રાહકોને ખુશ રાખીશું ”, એમ ટાટા સ્ટારબક્સના સીઇઓ નવીન ગુર્નાનેયે જણાવતા ઉમેર્યું હતું કે “આ અનુભવનો અત્યંત મહત્ત્વનો તબક્કો એ છે કે અમારા 2,000 ભારતીય ભાગીદારોમાંથી દરેક અમારા વૈશ્વિક પરિવારનો એક મોટો ભાગ છે. તેમની ધગશ અને જુસ્સાને કારણે સ્ટારબક્સ માટે મજબૂત પાયાનું સર્જન કર્યું છે કેમ કે અમે એક વર્ષ બાદ ભારતના નવા શહેરોમાં વિસ્તરણ કર્યું છે.”

દેશના અત્યંત ઝડપથી વિકસી રહેલા શહેર એવા અમદાવાદમાં સ્ટારબક્સનો સૌપ્રથમ સ્ટોર છે, જે પ્રહલાદનગર ખાતે આવેલો છે, આ વિસ્તાર અમદાવાદના આર્ટ અને કલ્ચર હબ તરીકે જાણીતો છે. કોફી કેન્દ્રિત તબક્કે રજૂ કરવામાં આવે છે જેમાં બરિસ્તા (કોફી બનાવનાર અને પીરસનાર) હાથથી બનાવેલ પીણાઓનું સર્જન કરે છે અને ગ્રાહકોને કોફી યાત્રામાં સામેલ કરે છે.

શહેરમાં સ્ટારબક્સના અન્ય બે સ્ટોર્સ અમદાવાદ વન મોલ અને યુનિઝામાં આવેલા છે જે શોપર્સ અને સ્થાનિક રહેવાસીઓને વ્યસ્તતાનો અનુભવ કરાવતું થર્ડ પ્લેસ છે. આ સ્ટોર્સની ડિઝાઇન સ્પર્શી જાય તેવી અને અમદાવાદના સમૃદ્ધ વારસાની ઉજવણી કરતા હોય તેવી બનાવવામાં આવી છે, જે સ્થાનિક ટેક્સ્ટાઇલ કાર્યની ઝાંખી કરાવે છે. પરંપરાગત મિરર આર્ટવર્કનું સ્વરૂપ લિપણ કામ પ્રહલાદનગર સ્ટોરમાં ડીસ્પ્લે કરાયુ છે, જ્યારે આધુનિક છતાં અદ્યતન બ્રાસ કટવર્ક અનેક ડિઝાઇનોમાંનું એક તત્ત્વ છે જેનો યુનિઝા સ્ટોરમાં અનુભવ કરી શકાય છે.

સુરતમાં આવેલ સ્ટોરની ડિઝાઇન કોફીના ઊંડા જુસ્સાને રજૂ કરતા શહેરના સમૃદ્ધ ઐતિહાસિક સ્થાપત્યનું પ્રતિબિંબ પાડે તેવી રીતે કરવામાં આવી છે. સ્ટોરનું પરિસર ગુજરાતમાં મેળાવડાના સ્થળથી પ્રેરીત બનાવવામાં આવ્યું છે, જેમાં પ્રાચીન ટેકનિકનો અંશ છે અને સસ્પેન્ડેડ ટેપેસ્ટ્રી સ્ક્રીન સ્ટોરને હૂંફાળો અને ગ્રામિણ જીવનશૈલીનો દેખાવ આવે છે.

સાઇગોન સ્ટોરને રોગાન પેઇન્ટીંગથી શણગારવામાં આવ્યો છે, જે હસ્ત પેઇન્ટીગ કળાથી સપાટીને શણગારવાની એક કલા છે. ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર સ્ટોરની ડિઝાઇન લાઇટ એન્ડ શેડો, પ્રતિબિંબ અને પ્રકાશ, કલર્સ અને ટેક્ચર્સનું નિદર્શન કરે છે જે સુરતના ગતિશીલ ટેક્સ્ટાઇલ ઇતિહાસ અને ડાયમંડ ઉદ્યોગથી પ્રેરીત છે.

આ સ્ટોર ગ્રાહકોને સ્ટારબક્સ ઓફરિંગ્સનો બહોળી રેન્જ ઓફર કરશે, જેમાં સ્ટારબક્સ® સિગ્નેચર એસપ્રેસો આધારિત પીણાઓ જેમ કે કેપ્યુસિનોસ, અમેરિકાનોસ, લેટ્સ અને ભારતીય અને આંતરરાષ્ટ્રીય ફેવરાઇટ્સ ધરાવતા દરેક નવા ફૂડ મેનુનો સમાવેશ થાય છે. સ્ટોર્સ સ્ટારબક્સ® નાઇટ્રો કોલ્ડ બ્રુ પણ પીરસશે, જે કોફી ઇનોવેશન્સમાં અદ્યતન સિરીઝ છે અને બરિસ્ટા કલા અને ઉચ્ચ ગુણવત્તાવાળી કોફી પર ભાર મુકે છે. તે દરેક સમયના લોકપ્રિય જેમ કે કાફે મોચા, જાવા ચિપ ફ્રેપ્પુસિનો, સિગ્નેચર હોટ ચોકોલેટ અને કેરામેલ મેછીઅટો પણ ઓફર કરશે. અનેક રેન્જની ટીવાના™ ચા કે જેમાં સ્ટારબક્સની સિગ્નેચર ટી ઇનોવેશન- ઇન્ડિયા સ્પાઇસ મેજેસ્ટી બ્લેન્ડ, પણ જે લોકો આધુનિક અને પુનઃકલ્પિત ચાનો અનુભવ કરવા માગે છે તે ઉપલબ્ધ રહેશે.

ગ્રાહક અનુભવમાં વધારો કરવાના પ્રયત્નમાં સ્ટારબક્સ નવીન ફૂડ આઇટમો રજૂ કરી રહી છે, જે ગ્રાહકોની તમામ પ્રકારની જરૂરિયાતો જેમ કે બ્રેકફાસ્ટ, લંચ અને તે બે વચ્ચેની દરેક જરૂરિયાતો સંતોષશે. વિસ્તરિત ડેઝર્ટ રેન્જ સ્ટારબક્સની રાંધવાની કુશળતા રજૂ કરે છે.

પ્રહલાદનગર (અમદાવાદ)નો સૌપ્રથમ સ્ટોર અને ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર (સુરત) સ્ટારબક્સ એફાગાટો રેન્જ ઓફર કરશે જેમાં સિગનેચર એફાગાટોથી લઇને કોલ્ડ બ્રુ મોલ્ટનો સમાવેશ થાય છે. પીણાઓની એફાગાટો રેન્જ આઇસક્રીમ અને કોફીનું સંપૂર્ણ સંતુલન છે જે કોફીના અનુભવની તીવ્ર ઇચ્છાનું સર્જન કરે છે.

સ્ટારબક્સ અમદાવાદ અને સુરતના ગ્રાહકો માટે પોતાનો લોયલ્ટી પ્રોગ્રામ માય સ્ટારબક્સ રિવોર્ડ્ઝ™ પણ લાવી રહી છે જે સભ્યોને રિવોર્ડઝ અને અંગત લાભો પૂરા પાડે છે જે જેમ જેમ વપરશ વધતો જાય તેમ વધે છે. જ્યારે ગ્રાહકો માય સ્ટારબક્સ રિવોર્ડ્ઝ™ એકાઉન્ટ માટે સાઇન કરે છે ત્યારથી જ તેઓ સ્ટારબક્સ ખાતે ખરીદી માટે સ્ટાર કમાવાનું શરૂ કરી દે છે. સ્ટોર સ્ટારબક્સ મર્ચેન્ડાઇઝ અને વાઇ-ફાઇ પણ ઓફર કરશે જેથી ગ્રાહકો સ્ટારબક્સ જેના માટે જાણીતી છે તેવા શ્રેષ્ઠ કોફી હાઉસનો અનુભવ માણી શકે.

Tata Starbucks Reiterates Commitment to India Expands Footprint With Entry Into Gujarat


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.