બાલાસિનોરમાં આર.સી.સી રોડ તથા અન્ય કાર્યનો ખાતમુહુર્ત કરવામાં આવ્યું
મહીસાગર જિલ્લાના નવાબી નગર બાલાસિનોર શહેરનાં મુલતાનપુરા તથા હઝામવાડા વિસ્તારમાં સરકાર શ્રી ગુજરાત મુન્સીપાલ ફાઈનાન્સ બોર્ડ, ગાંધીનગર નાં ૧૪ માં નાણાંપંચની ગ્રાંટમાંથી અંદાજીત ૧૦,૦૦,૦૦૦ (દસ લાખ) રૂપીયાથી વધુની રાશી ફાળવી આ વિસ્તારોનો વિકાસ હેતુ કામગીરી હાથ ધરવામાં આવી અને વિસ્તારોનાં વિકાસનો ( આર. સી. સી રોડ તથા અન્ય કાર્યનો) આજ રોજ ખાતમુહુર્ત કરવામાં આવ્યો હતો.
જેમાં બાલાસિનોર નગર પાલીકા પ્રમુખ શ્રી ચૌહાણ ભુપેન્દ્રભાઈ દેવજી ભાઈ, બાલાસિનોર નગર પાલીકા કારોબારી અધ્યક્ષ શ્રી સોની પ્રજ્ઞેશકુમાર ગોપાલચંદ, બાલાસિનોર નગર પાલીકા ઉપપ્રમુખનાં પ્રતીનીધી શ્રી કેયુરભાઈ પટેલ, બાલાસિનોર નગર પાલીકા એન્જીનીયર શ્રી પ્રકાશ ભાઈ.આર.દરજી તથા બાલાસિનોર નગર પાલીકા વોર્ડ નં.૧ નાં કાઉન્સીલર શ્રી પઠાણ ઈરફાનખાન રમઝાન ખાન, મુલતાની અશરફભાઈ, પઠાણ સઈદખાન (ડીસવાળા) ઉપરાંત સૈયદ ઝુલ્ફીકારઅલી (લાલુ સૈયદ), મલેક ઈરફાનમીયાં (ફ્રુટવાળા), રોડ કોન્ટ્રાકટર શ્રી તથા વિસ્તારનાં રહીશો હાજર રહ્યા હતા.