સાબરકાંઠા પોલીસે મોબાઇલ પોકેટકોપ ની મદદથી વાહન ચોરી કરતાં બે ઈસમો ને ઝડપી લીધા
(પ્રતિનિધિ) નેત્રામલી, સાબરકાંઠા જિલ્લા વિસ્તારમાં બનતાં મોટરસાયકલ ના ચોરાઈ જવાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે ચોરી ના બનાવો અટકાવવા માટે સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય મંડલીક ના માગૅદશૅન હેઠળ વાહન ચેકીંગ હાથ ધરવામાં આવતાં પનારી નદી ઉપર થી પસાર થતા ખાનગી બાતમીદાર થી હકીકત મળી હતી કે કાળા કલરની સ્પેલેન્ડર પ્રો મોટરસાયકલ લઈને આવતા બે વ્યક્તિઓ ને ઉભા રાખી પૂછપરછ હાથ ધરવામાં આવતાં સંતોષકારક જવાબ ના મળતા પોલીસે મોબાઇલ પોકેટકોપ નો ઉપયોગ કરતાં મોટરસાયકલ વડાલી પોલીસ સ્ટેશન ની હદમાંથી વર્ષ ૨૦૧૭ ની સાલમાં ચોરાઈ હોવાનું બહાર આવતા બંને ઈસમો ની ધરપકડ કરી વધુ સધન પૂછપરછ હાથ ધરતાં કુલ ૨૬ મોટરસાયકલ કિંમત રૂપિયા ૬,૬૭,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. બંને આરોપી (૧) શકીલ રફીક શેખ. રહે. કોટડા છાવણી , ( રાજસ્થાન) (૨) કાનજીભાઈ લાતુરભાઇ દુર. રહે. બદલી, તા.કોટડા છાવણી ( રાજસ્થાન) ની ગૂન્હાની કબૂલાત કરતાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.*