Western Times News

Gujarati News

અંકલેશ્વરની તક્ષશિલા વિધાલયમાં દેશભક્તિ ગીત સ્પર્ધા યોજાઈ

(તસ્વીરઃ- વિરલ રાણા, ભરૂચ)

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર ના નવા બોરભાઠા સ્થિત આવેલ તક્ષશિલા વિધાલયમાં પ્રાથમિક વિભાગ માં ધોરણ ૫ થી ૭ના વિદ્યાર્થીઓ વચ્ચે દેશ ભક્તિ ગીત સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધા માં દરેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઉત્સાહ થી ભાગ લીધો હતો અને વિવિધ રાગ માં દેશ ભક્તિ ના ગીતો આલાપી દેશ ભક્તિ નું વાતાવરણ ઉભું કરી દીધું હતુ.

ભાગ લેનાર બધા જ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ને શાળા પરિવાર તરફ થી અભિનંદન આપવામાં આવ્યા હતા અને વિજેતા થયેલા વિદ્યાર્થીઓ ને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.ધોરણ ૫ થી ૭ માં પ્રથમ ક્રમે પટેલ દિપેશ,દ્રિતીય ક્રમે પરમાર નિખિલ વિજેતા થયા હતા.

આ પ્રંસગે શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ,ચેરમેન વિમલભાઈ પાઠક,બેનાબેન,વહીવટદાર રસીલાબેન કુંભાણી સહિત શિક્ષકમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.