સૈન્ય 15 દિવસ સુધીના યુદ્ધ માટે હથિયાર-દારૂગોળો રાખી શકશે
નવી દિલ્હી, પૂર્વીય લદ્દાખમાં ચીન સાથે સંઘર્ષ વચ્ચે ભારતે એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. ભારતીય સૈન્ય દળો 15 દિવસ સુધી યુદ્ધ ચાલે તેટલા હિથયારો અને દારૂગોળાનો સંગ્રહ કરી શકશે.
સૈન્યને મળેલા આ અિધકાર અને ઈમર્જન્સી ખરીદીના પાવરનો ઉપયોગ કરતાં સૃથાનિક અને વિદેશી સ્રોતો પાસેથી સંરક્ષણ ઉપકરણો અને દારૂગોળાના અિધગ્રહણ માટે 50,000 કરોડથી વધુનો ખર્ચ કરાશે. બીજીબાજુ ચીન અને પાકિસ્તાનના હવાઈ દળોએ ગુજરાત સરહદથી માત્ર 200 કિ.મી. દૂર સિંધમાં યુદ્ધાભ્યાસ કર્યો હતો.
ચીન અને પાકિસ્તાન સાથે બે મોરચે યુદ્ધની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવેલી તૈયારી તરીકે આ નિર્ણયને જોવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી સૈન્યને 10 દિવસ સુધી યુદ્ધ ચાલે તેટલા હિથયારો અને દારૂગોળાનો સંગ્રહ કરવાની છૂટ હતી.
સરકારી સૂત્રોએ જણાવ્યું કે દુશ્મનો સાથે 15 દિવસના યુદ્ધ માટે સ્ટોક તૈયાર કરવા માટે હવે અનેક હિથયારો અને દારૂગોળો ખરીદવામાં આવી રહ્યો છે. સંરક્ષણ દળો માટે સ્ટોકની મર્યાદા વધારવાની મંજૂરી કેટલાક સમય પહેલાં જ અપાઈ હતી.
સંરક્ષણ દળોને પહેલા 40 દિવસના યુદ્ધ માટે સ્ટોક રાખવાની મંજૂરી હતી, પરંતુ હિથયારો અને દારૂગોળાના સંગ્રહમાં કેટલીક સમસ્યાઓ તેમજ યુદ્ધના બદલાતા સ્વરૂપના કારણે આ સમય મર્યાદાને ઘટાડીને 10 દિવસની કરવામાં આવી હતી.
ઉરી હુમલા પછી સરકારના ધ્યાનમાં આવ્યું કે યુદ્ધ માટેનો સ્ટોક ઓછો છે. પરિણામે તત્કાલીન સંરક્ષણ મંત્રી મનોહર પરીકરના નેતૃત્વમાં સંરક્ષણ મંત્રાલયે ભૂમી દળ, નૌકાદળ અને હવાઈદળના ઉપાધ્યક્ષોની નાણાકીય ખર્ચની સત્તા રૂ. 100 કરોડથી વધારીને રૂ. 500 કરી હતી. ત્રણે સૈન્યને કોઈપણ ઉપકરણ ખરીદવા માટે રૂ. 300 કરોડ સુધીના ઈમર્જન્સી ખર્ચ માટેના અિધકાર પણ અપાયા હતા. સૈન્યની ત્રણેય પાંખ આ સત્તાના માધ્યમથી યુદ્ધ લડવા માટે જરૂરી કોઈપણ ઉપકરણ તાત્કાલીક ખરીદી શકે છે.