Western Times News

Gujarati News

હોન્ડાના કુશળ રાઇડર રાજીવ સેતુએ ઇન્ડિયન નેશનલ મોટરસાયકલ રેસિંગ ચેમ્પિયનશિપના રાઉન્ડ 1માં વિજય મેળવ્યો

·         ત્રિચીના મથના કુમારે ફાઇનલ રેસમાં રોમાંચક મુકાબલમાં વિજય મેળવ્યો, PS165cc નેશનલ ચેમ્પિયનશિપના રાઉન્ડ 1માં પોડિયમમાં કુલ 4 સ્થાન મેળવ્યાં

·         CBR150Rની રેસ 2માં જોહન ઇમ્માન્યૂએલ (15 વર્ષ) અને કિશોર વયના રક્ષિત દવે (12 વર્ષ)એ પોડિયમમાં બીજું અને ત્રીજું સ્થાન મેળવ્યું

ચેન્નાઈ,  મદ્રાસ મોટર રેસ ટ્રેક પર 2020 ઇન્ડિયન નેશનલ મોટરસાયકલ રેસિંગ ચેમ્પિયનશિપ અને ઇડેમિત્સુ હોન્ડા ઇન્ડિયા ટેલેન્ટ કપનો આજે અંતિમ દિવસ હતો અને તમામ કેટેગરીની રેસ સંપન્ન થઈ હતી. ENEOS Honda Erula Racing Team marks its dominance with 7 podiums in Indian National Motorcycle Racing Championship PS165cc

ઇનીઓસ હોન્ડા એરુલા રેસિંગ ટીમ હવે પ્રોસ્ટોક 165cc ક્લાસમાં લીડ ધરાવે છે અને 2 વિજય સાથે પોડિયમમાં 7 સ્થાન સાથે એનું પ્રભુત્વ સ્થાપિત કરી દીધું છે. આજની રેસમાં મથના કુમાર એમનો પ્રથમ વિજય મેળવ્યો હતો અને પોડિયમમાં કુલ 4 સ્થાન મેળવ્યાં હતાં. સાથે સાથે PS165cc કેટેગરીમાં હોન્ડા માટે રાજીવ સેતુએ પોડિયમમાં વધુ એક વાર સ્થાન મેળવ્યું હતું. નેશનલ ચેમ્પિયનશિપની સાથે ઇડેમિત્સુ હોન્ડા ઇન્ડિયા ટેલેન્ટ કપમાં સાર્થક ચવ્વાણ, કેવિન ક્વિન્ટલ અને વરુણ એસએ NSF 250Rમાં ટોચના સ્થાન મેળવ્યાં હતાં, તો શ્યામ બાબુએ CBR150R નોવાઇસ ક્લાસમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.

રેસના અંતિમ દિવસના પર્ફોર્મન્સ પર હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના બ્રાન્ડ એન્ડ કમ્યુનિકેશનના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ શ્રી પ્રભુ નાગરાજે કહ્યું હતું કે, “ઇનીઓસ હોન્ડા એરુલા રેસિંગ ટીમે 7 પોડિયમ સાથે પ્રથમ રાઉન્ડ પૂર્ણ કર્યો હતો. અમારી ટીમ હવે PS165ccમાં મોખરે છે અને અમે નેશનલ ચેમ્પિયનશિપમાં અમારી બ્રાન્ડ લીડરશિપને મજબૂત કરવાની યોજના ધરાવીએ છીએ.

આ રાઉન્ડમાં મથનાના અભૂતપૂર્વ પર્ફોર્મન્સે વિજય અપાવ્યો હતો અને પોડિયમમાં કુલ 4 સ્થાન મેળવ્યાં હતાં. સાથે સાથે ટ્રેક પર મર્યાદિત પ્રેક્ટિસ સાથે સિઝનની શરૂઆત થવા છતાં અમારા યુવાન રાઇડરોએ અમારી અપેક્ષા કરતા વધારે સારું પર્ફોર્મન્સ કર્યું છે. હું આ વીકેન્ડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે વિજેતાઓને અભિનંદન આપું છું અને આ સિઝન અતિ ફળદાયક પુરવાર થઈ છે.”

પ્રો-સ્ટોક 165ccની રેસ 4ના અંતિમ લેપમાં મથના કુમારનો વિજય

ફિનિશ લાઇન સુધી પહોંચવાના રોમાંચક મુકાબલામાં હોન્ડાના મથના કુમારે સવારે ત્રીજા સ્થાને રેસ પૂર્ણ કરીને PS165ccની રેસ 4ના છેલ્લાં લેપમાં 0.955 સેકન્ડની લીડ સાથે આજની રેસમાં વિજય મેળવ્યો હતો. રાજીવ સેતુ માટે આજનો દિવસ થોડો મુશ્કેલ પુરવાર થયો હતો. PS165cc રેસ 3 પર બીજી પોઝિશન પર શરૂઆત કરીને રાજીવનો એની પોઝિશન જાળવવાના પ્રયાસમાં છેલ્લાં લેપમાં સેન્થિલ કુમાર સાથે ક્રેશ થયો હતો.

ઇડેમિત્સુ હોન્ડા ઇન્ડિયા ટેલેન્ટ કપ – NSF 250R & CBR 150R categories

NSF 250Rમાં બીજી રેસમાં સાર્થક ચવ્વાણ, કેવિન ક્વિન્ટલ અને વરુણ એસએ અનુક્રમે 1-2-3 સ્થાન મેળવીને અગાઉના પર્ફોર્મન્સનું પુનરાવર્તન કર્યું હતું. શરૂઆતથી જ આક્રમક અભિગમ સાથે સાર્થકે કુલ 11:11.204 ટાઇમ સાથે પોડિયમમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. કેવિને સાર્થકને છેલ્લાં લેપ સુધી જબરદસ્ત લડત આપી હતી અને સાર્થકની નજીક પહોંચી ગયો હતો. ફક્ત 0.105 સેકન્ડ પાછળ રહી ગયેલા કેવિને બીજા સ્થાને રેસ પૂર્ણ કરી હતી અને આજની રેસમાં 1:49.487નો બેસ્ટ લેપ ટાઇમ રેકોર્ડ કર્યો હતો. કેવિન પછી કુલ 11:18.939 ટાઇમ સાથે વરુણ એસએ ત્રીજું સ્થાન મેળવ્યું હતું.

નેક્સ્ટ જેન-રાઇડર્સ દ્વારા બીજી રેસમાં પણ રોમાંચ જોવા મળ્યો હતો, જેમાં ચેન્નાઈના શ્યામ સુંદરે સિઝનમાં બીજો વિજય મેળવ્યો હતો. વિજય મેળવવા માટે શ્યામ સુંદર, પ્રકાશ કામત અને વિવેક રોહિત કાપડિયા વચ્ચે જબરદસ્ત મુકાબલો થયો હતો. છેલ્લેથી બીજા લેપમાં પ્રકાશનો ક્રેશ થયો હતો, જેના પગલે અન્ય બે રાઇડરને વિજય મળ્યો હતો. જ્યારે શ્યામ સુંદરે લેપ 5ના ફાઇનલ સેક્ટરમાં વિવેક કાપડિયાને પાછળ પાડીને રેસ જીતી લીધી હતી (કુલ સમય 13:40.109), ત્યારે વિવેકનો ફાઇનલ લેપના છેલ્લાં કોર્નર પર કમનસીબ ક્રેશ થયો હતો. વિવેકના ક્રેશથી જોહન ઇમ્માન્યૂએલને પોડિયમમાં બીજું સ્થાન મળ્યું હતું. પોડિયમમાં ત્રીજું સ્થાન ચેન્નાઈના કિશોર વયના રક્ષિત દવે (12 વર્ષીય)એ મેળવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.