શહડોલની જીલ્લા હોસ્પિટલમાં વધુ બે બાળકોના મોત, કુલ આંક ૨૩
શહડોલ, મધ્યપ્રદેશના શહડોલની જીલ્લા હોસ્પિટલમાં બે વધુ બાળકોના મોત નિપજયા છે. આ બે બાળકોના મોત સાથે અત્યાર સુધી ૨૩ શિશુઓના મોત થયા છે એક બાળકીના મોતનું કારણ ફીડિંગ દરમિયાન શ્વાસ નળીમાં દુધ જવાનું જણાવાય છે જયારે બીજી બાળકીં તાવ અને શરદીથી પીડિત હોવાનું બતાવાયુ છે પરિવારજનો તેને લઇ હોસ્પિટલમાં પહોંચ્યા હતાં ત્યાં સુધી માસૂમ અંતિમ શ્વાસ લઇ ચુકી હતી. બાળકોના મોતના આ બે નવા કેસથી એકવાર ફરી હોસ્પિટલમાં સનસનાટી મચી ગઇ છે ૨૬-૨૭ નવેમ્બરની રાતથી અત્યાર સુધી જીલ્લા ચિકિત્સાલયમાં ૨૩ શિશુઓના મોત નિપજયા છે.
સિવિલ સર્જન ડો જી એસ પરિહાર અનુસાર ઉમરિયા જીલ્લાના ટિકુરી ટોલા (પાલી)થી ચાર મહીનાની બાળકી સુહાની પિતા કિશન બેગાને જીલ્લા હોસ્પિટલમાં લાવ્યા હતાં, તબીબોએ તપાસ કરી તો તે અંતિમ શ્વાસ લઇ ચુકી હતી. તબીબોએ પીઆઇસીયુમાં તેને રિવાઇવ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ નિરાશા હાથ લાગી હતી.તપાસમાં એ વાત સામે આવી હતી કે બાળકીનું મોત તાવ અને શરદીને કારણે થયું છે બાળકીની હાલત ખુબ ગંભીર થયા બાદ પરિવારજનો તેને અહીં લાવ્યા હતાં.જીલ્લા ચિકિત્સાલયના એનએનસીયુમાં કુલ ૨૮ બાળકો ભરતી હતી.HS