Western Times News

Gujarati News

નરોડામાં જવાનને નકલી અધિકારીએ ધમકી આપતાં ફરીયાદ

શખ્સ વિરુધ્ધ અગાઉ ખોખરામાં નકલી પોલીસની ફરીયાદ થઈ હતી

(પ્રતિનિધિ) અમદાવાદ, નરોડા દહેગામ રોડ ઉપર આવેલી એક સોસાયટીમાં રહેતા સીઆરપીએફના જવાનને એક નકલી એનઆઈએ ઓફીસર મળ્યો હતો જેણે સીઆરપીએફના જવાન સાથે ઝઘડો કરીને પોલીસ કેસ કરી ફસાવી દેવાની ધમકીઓ આપી હતી જેને પગલે જવાને નરોડા પોલીસને ફરીયાદ કરી હતી.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ત્રિભુવનભાઈ કુશવાહ (ર૯) નરોડા- દહેગામ રોડ જીઈબીની બાજુમાં આવેલા સ્થાપત્ય એલીગનસ ખાતે રહે છે અને સીઆરપીએફમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે.

સોમવારે સવારે સાડા દસ વાગ્યાની આસપાસ ત્રિભુવનભાઈનો મિત્ર રાહુલ ચૌધરી પોતાની કાર લેવા માટે તેમના ઘરે આવ્યો હતો અને પરત જતાં તેમની સોસાયટીમાં રહેતો અમીત ફિરોજ આચાર્યાએ રાહુલને રોકી કાચ પર ડાર્ક ફિલ્મ લગાવેલી હતી તે કાઢી નાખવા માટે ઝઘડો કર્યો હતો. દરમિયાન ત્રિભુવનભાઈ આવી જતાં તેમણે અમિતને સમજાવવાનો પ્રયાસ કરતાં હું આઈપીએસ દિલ્હીમાં મારી પોસ્ટીંગ છે અને હું એનઆઈએમાં એસીપી છુ. તેમ કહીને કેસ કરી પોલીસમાં પકડાવી દેવાની ધમકીઓ આપી હતી. ઉપરાંત મોબાઈલ ફોનમાં એક લેટર બતાવી તેને આઈકાર્ડ તરીકે બતાવવા લાગ્યો હતો જેને પગલે ત્રિભુવનભાઈએ અમિત વિરુધ્ધ પોલીસ ફરીયાદ કરી હતી અમીત વિરુધ્ધ અગાઉ ખોખરા પોલીસ સ્ટેશનમાં પણ નકલી અધિકારી બાબતે ગુન્હો દાખલ થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.