દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં ૧,૪૩,૭૦૯ દર્દીના મોત થયાં
નવીદિલ્હી, દેશમાં કોરોના સંક્રમણ ફેલાવાની ઝડપ ભલે ધીમી થઇ છે પરંતુ તેના પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે આ બધાની વચ્ચે દેશમાં કોરોન સંક્રમિત લોકની સંખ્યા ૯૯ લાખને પાર થઇ ગઇ છે. મંગળવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૨,૦૬૫ નવા પોઝીટીવ કેસ નોંધયા છે આ ઉપરાંત કોવિડ ૧૯ના કારણે ૩૫૪ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૯૯,૦૬,૧૬૫ થઇ ગઇ છે.
દેશમાં કોવિડ ૧૯ની મહામારી સામે લડીને ૯૪ લાખ ૨૨ હજાર ૬૩૬ લોકો સાજા થઇ ચુકયા છે ૨૪ કલાકમાં ૩૪,૪૭૭ દર્દીઓને રજા આપવામાં આવી છે હાલમાં ૩,૩૯,૮૨૦ એકિટવ કેસ છે દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૪૩,૭૦૯ લોકોન કોરોના વાયરસના કારણે મોત થયા છે.
આઇસીએમઆરે જાહેર કરેલા આંકડાઓ અનુસાર ૧૪ ડિસેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૧૫,૫૫,૬૦,૬૫૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ગુજરાતની વાત કરીએ તો રાજયમાં છેલ્લા ૨૪ કલાકમં કોરોના વાયરસના ૧૧૨૦ નવા કેસ નોંધાયા છે સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમદાવાદની છે.અમદાવાદમાં કેસમાં ઘટાડો આવ્યો છે ત્યરે આજે શહેરમાં ૨૩૭ અને જિલ્લામાં ૧૦ કેસ નોંધાયા છે.રાજયમાં વધુ ૧૧ દર્દીઓના મોત થતા કોરોનાની કાતિલ રફતાર જાેવા મળી રહી છે.
રાજયમાં અત્યાર સુધીમાં કોવિડના કારણે કુલ ૨,૨૮,૮૦૩ દર્દીઓ સંક્રમિત થઇ ચુકયા છે.આ સાથે જ અમદાવાદમાં કુલ કેસનો આંકડો ૫૫૦૦૦ને પાર થઇ ગયો છે. ગુજરાતમાં હાલમં ૧૩૦૧૮ એકિટવ કેસ છે આ પૈકીના ૬૩ વેન્ટિલેટર પર છે જયારે ૧૨૯૫૫ કેસ સ્ટેબલ છે જયારે ૨,૧૧,૬૦૩ દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ગયા છે. જયરે ૪૧૮૨ દર્દીઓના કમનસીબે મોત થયા છે.આજે પણ ૧૧ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.જેમાં અમદાવાદમાં સાત, સુરતમાં ત્રણ અને વડોદરામાં એક દર્દીનું મોત થયું છે.HS