Western Times News

Gujarati News

મુંબઇમાં સીવરના પાણીમાં કોરોના વાયરસ મળી આવ્યો

મુંબઇ, દેશમાં કોરોના વાયરસના કુલ મામલા ૯૯ લાખને પાર કરી ગયા છે કોરોના વેકસીનને લઇ દેશમાં તૈયારીઓ ચાલી રહી છે આ દરમિયાન મહારાષ્ટ્રના પાટનગર મુંબઇમાં સીવરના પાણીમાં કોરોના વાયરસ મળી આવ્યા છે.ધારાવી સહિત મુંબઇના છ વોર્ડથી સીવરનું પાણી એકત્રિત કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન કાઉસિલ ઓફ મેડિકલ રિસર્ચના શરૂઆતના અભ્યાસમાં મુંબઇના સીવરના પાણીમાં કોરોના વાયરસ જણાયો છે.આ સેમ્પલ ૧૧ મેથી ૨૨ મેની વચ્ચે લેવામાં આવ્યા હતાં.
છ વોર્ડથી લેવામાં આવેલ તમામ સેમ્પલ પોઝીટીવ જણાયા છે જયારે ૧૬ માર્ચ પહેલા લેવામાં આવેલ તમામ સેમ્પલ નેગેટીવ જણાયા હતાં અભ્યાસ સુચન આપે છે કે કોરોના વાયરસ ટ્રાંમિશનના ડેટા માટે સીવેજ સર્વિલાંસ પણ શરૂ કરવું જાેઇએ આ સેમ્પલ વડાલા ધારાવી કુર્લા શિવાજીનગર મલાડ અને કંજુરથી લેવામાં આવ્યા હતાં.

એ યાદ રહે કે વાયરસના નવા હોવાના કારણે તેના તમામ પાસાઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે અત્યાર સુધી એ પણ જાણવા મળ્યુ છે કે કોરોના સંક્રમિત દર્દીઓના મળમાં પણ વાયરસ આવી જાય છે શરૂઆતમાં એવા અહેવલો આવ્યા હતાં કે સીવરના પાણીમાં પણ વાયરસ હોઇ સકે છે ત્યારબાદ અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો અને શરૂઆતી અભ્યાસમાં સુચવવામં આવ્યું છે કે સીવરના પાણીમાં પણ કોરોના વાયરસ જીવિત રહી શકે છે સીવરમાં સફાઇ માટે ઉતરનાર લોકોમાં તેનાથી સંક્રમણ ફેલાઇ શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.