કુમકુમ સ્વામિનારાયણ મંદિર દ્રારા વચનામૃત ગ્રંથની ર૦૧મી જયંતી ઉજવાશે
વચનામૃત ગ્રંથની ૩ x ૪ ફૂટની વિશાળ કૃત્તિનું પૂજન કરવામાં આવશે.
વચનામૃત હાલ સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી એમ ચારેય ભાષામાં ઉપલબ્ધ છે.
– વચનામૃત ગ્રંથ ઉપર ડોક્યુમેન્ટરી તૈયાર કરીને દર્શાવવામાં આવશે.
– સાધુ પ્રેમવત્સલદાસજી
તા. ૧૭ અને તા. ૧૮ ડીસેમ્બર સુધી શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્રારા મહંત સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં વચનામૃતની ર૦૧ મી જયંતીની ઓનલાઈન ઉજવણી કરવામાં આવશે.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, તા. ૧૭ ડીસેમ્બરને ગુરુવારના રોજ રાત્રે ૮ – ૦૦ થી ૯ – ૦૦ શ્રીજી વિજય સેવા સમિતિના સભ્યો દ્રારા કીર્તન ભકિત અને મહિમાગાન કરવામાં આવશે.
તા. ૧૮ ડીસેમ્બર માગશર સુદ ચોથના દિવસે વચનામૃતની ર૦૧ મી જયંતી હોવાથી સવારે ૮ – ૩૦ થી ૯ – ૩૦ વચનામૃત ગ્રંથની ૩ x ૪ ફૂટની વિશાળ કૃત્તિનું પૂજન,અર્ચન,અભિષેક અને આરતી કરવામાં આવશે.
આ પ્રસંગે વચનામૃત ગ્રંથ ઉપર ડોક્યુમેન્ટરી દર્શવવામાં આવશે અને શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી વચનામૃતની વિશિષ્ટતાઓ એ વિષય ઉપર ઉદ્બોધન કરશે. ત્યારબાદ સદ્ગુરુ સ્વામી આશીર્વચન પાઠવશે.
રાત્રે ૮ – ૩૦ થી ૧૦ – ૦૦ વચનામૃત ગ્રંથની ર૦૧ જયંતી ની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે રાત્રે ૮ – ૩૦ થી ૧૦ – ૦૦ સુધી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી વચનામૃત ગ્રંથની પારાયણ વાંચશે.ત્યારબાદ પારાયણની પૂર્ણાહુતિ કરવામાં આવશે.ત્યારબાદ સદ્ગુરુ સ્વામી આશીર્વચન પાઠવશે.
આ વચનામૃત ગ્રંથની જયંતીની ઉજવણીનો દેશવિદેશના ભકતો લાભ લઈ શકે તે માટે શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ –
યટુયબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
વચાનમૃતની વિશિષ્ટતા અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,શ્રી સ્વામિનારાયણ
ભગવાનના સ્વમુખમાંથી “વચનામૃત” રૂપી વાણી અવતરી. ભાષાકીય સરળ શૈલી, દેષ્ટાંતસભર સચોટ રૌલી અને
ઉપનિષદિક પરશ્વોત્તર શૈલીનું પ્રયાગ એટલે વચનામૃત.
આ વચનામૃત હાલ સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી એમ ચારેય ભાષામાં ઉપલબ્ધ છે.કુલ ૨૭૩ વચનામૃતો છે.
જેની ઉપર શ્રી જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ આ વચનામૃત ઉપર “રહસ્યાર્થ પ્રદીપિકાટીકા” કરી છે. દરેક મનુષ્યને મનમાં મુંઝવતા પ્રશ્નોના સમાધાન આ ગ્રંથમાંથી મળી જાય છે.
આ વચનામૃત ગ્રંથના દરેક વચનામૃતની શરુઆતમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન કયા વર્ષે, કયા માસમાં, કયા પક્ષમાં, કઈ તિથિએ, કયા ગામમાં, કયા સ્થાનમાં, કઈ દિશાએ મુખ રાખીને, કેવા આસન પર બેસીને, કેવાં વરત્રાભૂષણ વગેરે ધારણ કરીને વાત કરે છે તેવું વર્ણન આવે છે. આટલી સૂક્ષ્મતાભરી સચોટ માહિતી આ વચનામૃત ગ્રંથમાં જોવા મળે છે તે બીજે દુર્લભ છે.
જેમ માણસને પોતાના જીવનના અસ્તિત્વ માટે જેમ હવાની જરૂર છે તેમ જ માનવજીવનના અનંત પ્રશ્ચોના કાયમી ઉકેલ માટે, અનંત પ્રકારનાં દુઃખોમાંથી અને જન્મમરણની ઘટમાળમાંથી મુક્તિ માટે, તથા શાશ્વત શાંતિ માટે જીવનની પ્રત્યેક ક્ષણે જેની સૌથી વધારે કેવળ આવશ્યકતા જ નહિ, પણ અનિવાર્યતા છે, એવું અધ્યાત્મજ્ઞાન વચનામૃતના પાને પાને અંકિત થયેલું છે.
– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ