HDFC લાઈફે ટેસ્ટિમોનિયલ આધારિત પોતાનું નવું ટર્મ ઈન્સ્યોરન્સ કેમ્પેઈન #ડિસિઝન2પ્રોટેક્ટ લોન્ચ કર્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/12/HDFC-Life-1024x597.jpg)
ઈન્ડિયાના લીડિંગ ઈન્સ્યોરર્સમાંની એક એચડીએફસી લાઈફ એ #ડિસિઝન2પ્રોટેક્ટ કેમ્પેઈન લોન્ચ કર્યું છે. ઓનગોઈંગ પ્રોટેક્શન કેમ્પેઈનનો એક ભાગ, #ડિસિઝન2પ્રોટેક્ટ એ કસ્ટમર ટેસ્ટિમોનિયલ- બેઝડ કેમ્પેઈન છે જે પોલિસીહોલ્ડર્સ દ્વારા વર્ણવેલ, પોલિસીહોલ્ડર્સની સ્ટોરીઝ અને એક્સપિરિયન્સ દ્વારા ટર્મ પ્લાનની જરૂરિયાત દર્શાવવા માગે છે.
લોન્ચ વિશે બોલતાં, એચડીએફસી લાઈફના સિનિયર ઈવીપી (સેલ્સ) અને સીએમઓ, પંકજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “અમે પોલિસીહોલ્ડર્સની આજુબાજુ કેમ્પેઈન બનાવ્યું છે કે જેમણે અમારી લાઈફ ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ્સમાં વિશ્વાસ કર્યો અને તેનો લાભ મેળવ્યો- પ્રોડક્ટ કેવી રિટ્ટે કામ કરતી હતી, આ વિશે પોતાના વિચારો શેર કરતાં અને અનિશ્ચિતતાઓ છત્તાં પોતાનું જીવન સંપૂર્ણ રીતે ચાલું રાખવામાં સક્ષમ બનાવ્યા. આ પાવરફુલ થીમ્સ યુનિવર્સલ છે અને અમને વિશ્વાસ છે કે લાર્જર કોમ્યુનિટી સાથે પ્રતિધ્વનિત થશે.
જ્યારે ટર્મ લાઇફ ઈન્સ્યોરન્સનો કોન્સેપટ ખૂબ સારી રીતે સ્થાપિત થયો છે, દરેક જણ સમયસર રીતે યોગ્ય કાર્ય કરતું નથી અથવા પ્રોડક્ટમાંથી લાભ મેળવતું નથી. અમે તેને વધુને વધુ અવેરનેસ લાવવાની રિસ્પોન્સિબિલિટી તરીકે લઈએ છીએ જે વ્યક્તિઓને યોગ્ય સમયે રક્ષણ આપવાનો નિર્ણય લેવા સક્ષમ બનાવે છે.
વૈશ્વિક મહામારી કોવિડ- 19 એ લાખો લોકોના જીવનને અસર કરી છે, જેનાથી લોકોમાં અનિશ્ચિતતા વધારે વધી છે. આણે નાણાકીય જવાબદારીઓવાળા દરેક વ્યક્તિને પોતાની અને પરિવારની સુરક્ષાની આવશ્યક્તાનો એહસાસ કરાયો છે. અને આ ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ આ જ સુરક્ષા આપે છે. આ ફેમિલી માટે સેફટી નેટનું કામ કરે છે અને ફેમિલીને જીવનની અનિશ્ચિતતાઓથી બચાવે છે.”
આ વર્ષની શરૂઆતમાં, એચડીએફસી લાઈફ એ ક્લિક 2 પ્રોટેક્ટ ટર્મ ઓફર વિશે જાગૃતતા લાવવા માટે સુરક્ષા કેમ્પેઈન ચલાવ્યું હતું. આ લેટેસ્ટ કેમ્પેઈન આને એક પગલું આગળ લઈ જશે અને ના ફક્ત ટર્મ પ્લાનની આવશ્યક્તા વિશે જણાવશે, પરંતુ એ પણ જણાવશે કે કેવી રીતે તેમણે લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. ટેલિવિઝન, ડીટીએચ અને ડિજિટલ પર ધ્યાન કેન્ત્રિત કરવાની સાથે જ, આ કેમ્પેઈનને મલ્ટી- મીડિયા પ્લેટફોર્મ પર પ્રમોટ કરવામાં આવશે.