અભિનેતા સલમાન ખાન આ વર્ષે જન્મ દિવસ નહીં મનાવે

મુંબઈ: સલમાન ખાન આ ૨૭ ડિસેમ્બરને ૫૫ વર્ષનો થઇ જશે. પણ આ વખતે તે તેનો જન્મ દિવસ ઉજવવાનો નથી. તેવી વાત સામે આવી છે. સલમાન ખાનનાં નિકટનાં મિત્રનાં જણાવ્યાં અનુસાર આવું પહેલી વખત છે જ્યારે અમે ભાઇનો જન્મદિવસ અને નવ વર્ષ સમયે ફાર્મહાઉસ પર નથી જઇ રહ્યાં. સ્પોટબોયમાં આવેલી ખબર પ્રમાણે, તે તેનાં જન્મદિવસે પણ ફિલ્મ અંતિમઃ ધ ફાઇનલ ટ્રૂથનું શૂટિંગ કરશે. આ વખતે તે જન્મ દિવસ નહીં મનાવે. આ ફિલ્મને મહેશ માંજરેકર ડિરેક્ટ કરી રહ્યાં છે. વેલ વાત એવી છે કે,
આ વખતે જ્યારે સલમાને તેનાં પનવેલ સ્થિત ફાર્મ હાઉસ પર જન્મ દિવસની ઉજવણી ન કરવાનો ર્નિણય લીધો છે ત્યારે તેનાં જન્મ દિવસની ઉજવણી અંતિમ ફિલ્મનાં સેટ પર જ થશે. આ ઉપરાંત આપને જણાવી દઇએ કે, સલમાન ખાનની બહેન અર્પિતાએ ગત વર્ષે તેની દીકરી આયતને જન્મ આપ્યો હતો. તેણે સલમાન ખાનનાં જન્મ દિને એટલે કે ૨૭ ડિસેમ્બરે જ દીકરી આયતને જન્મ આપ્યો હતો. તેથી સલમાને એક ઇન્ટરવ્યૂં દરમિયાન કહ્યું હતું કે, હવેથી આ દિવસ આયતનો છે અને હવેથી તેનો જન્મ દિવસ ઉજવાશે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, હાલમાં સલમાન ખાન બિગ બોસ ૧૪ને હોસ્ટ કરતો નજર આવે છે સાથે સાથે તે અંતિમ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે.
આ ફિલ્મ મહેશ માંજરેકર ડિરેક્ટ કરી રહ્યાં છે અને ફિલ્મમાં તેમનો પોતાનો પણ દમદાર રોલ છે. સલમાન ખાન ૨૭ ડિસેમ્બરે ૫૫ વર્ષનો થઇ જશે. જાેકે, એક રિપોર્ટ અનુસાર તે આ વર્ષે તેનો જન્મદિવસ નહીં મનાવે. આ રિપોર્ટમાં સલમાનના નજીકના મિત્રના હવાલે લખવામાં આવ્યું છે, ‘આવું પહેલીવાર છે, જ્યારે અમે ભાઈના જન્મદિવસ અને નવા વર્ષના અવસરે તેમના ફાર્મહાઉસ પર નથી જઈ રહ્યા. વેલ આપને જણાવી દઇએ કે, સલમાન ખાનની બહેન અર્પિતા ખાને ગત વર્ષે ૨૭ ડિસેમ્બરનાં રોજ જ તેની દીકરી આયતને જન્મ આપ્યો હતો.
દીકરીનાં જન્મ બાદ સલમાન ખાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, હવેથી આ દિવસ આયતનો થઇ ગયો છે. અને તેથી હવેથી આ દિવસે આયતનો જન્મ દિવસ ઉજવવામાં આવશે તેનો નહીં.મહેશ માંજરેકર ન માત્ર સલમાન અને આયુષ સ્ટારર ફિલ્મ ‘અંતિમ’ના ડિરેક્ટર છે પણ તે સલમાનના ક્લોઝ ફ્રેન્ડ્સમાં સામેલ છે. સલમાને મહેશની દીકરી સઈ માંજરેકરને તેની ફિલ્મ દબંગ ૩માં કાસ્ટ કરી હતી. રિપોર્ટ તો એવા પણ છે કે સઈ માંજરેકર અંતિમ ફિલ્મમાં સલમાન ખાન એક શીખ પોલીસવાળાનાં રોલમાં નજર આવશે.