Western Times News

Gujarati News

સુરતમાં દીકરાએ સગા બાપની છરીના ઘા ઝીકી હત્યા કરી

સુરત: સુરતમાં રોજે રોજ હત્યા અને હત્યાના પ્રયાસની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરતના ડીંડોલી વિસ્તારમા એક પુત્રએ તેના પિતાની હત્યા કરી નાખતા ચકચાક મચી છે.પોતાની પત્નીને માર મારી રહેલા પુત્રને અટાવવા જતાં પિતાએ પુત્રની હત્યા કરી હતી. માતાએ જણાવ્યું હતું કે મારા તો બંન્ને ગયા મારી દુનિયા લુટાઇ ગઇ લાવ તને જ મારી નાંખુ કહીને દીકરાએ તેના પપ્પાને છરી મારી દીધી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર ડીડોલીમાં ઘર કંકાસમાં પુત્રે પિતાની હત્યા કરી હતી નાનોભાઇ પત્નીને માર મારતા દીકરાને અટકાવવા તેના પિતા વચ્ચે પડયા હતાં આ સાથે જ પુત્રને માર મારવાના બદલે ઠપકો આપે છે જેથી ઉશ્કેરાઇલા દીકરાએ પોતાન ાજ પિતાને ચપ્પુના ધા ઝીકી દીધા હતાં જેથી પિતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ંજયાં ટુકી સારવાલ બાદ પિતાનું મોત નજયું હતું. પોલીસે પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ડીડોલી વિસ્તારમાં આવેલા સાંઇ પોઇન્ટ પાસે નવો હળપતિવાસ પાસે રહેતા મહાદેવ મનોજ રાઠોડે આ મામલે ફરિયાદ નોંધાવી હતી આરોપી મહેન્દ્ર મનોજ રાઠોડ થોડુ મોડું થતા તેની પત્નીને માર મારી રહ્યો હતો મહાદેવનો નાનો ભાઇ મહેન્દ્ર તેની પત્ની ચૈતાલીને માર મારવા લાગ્યો હતો જેથી તેને કેમ મારે છ તેમ કહેતા જતાં તે ઉશ્કેરાઇ ગયો હતો

અને ચાકુ કાઢીને મહાદેવને મારવા દોડયો હતો ત્યારે મહાદેવના પિતા મનોજભાઇ આવી જતા વચ્ચે પડી છોડાવ્યા હતા હતાં જાે કે ઝઘડામાં છોડાવવા પડેલા પિતાજીને મહાદેવના નાનાભાઇ મહેન્દ્રે છોડ આને કેમ મારી છે તેમ કહી આરોપી મહેન્દ્રે ભાઇને ધકક માર્યો હતો બાદમાં બાદમાં મહેન્દ્રે તેની પાસેનો ચપ્પુ પિતાના ડાબા હાથમાં બગલ પાસે મારી દઇ ગંભીર અને જીવલેણ ઇજા પહોંચાડી હતી જાે કે બાદમાં તેમને ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં તબીબોએ તેમની ટુંકી સારવાર બાદ તેમને મૃત જાહેર કર્યા હતાં જેથી પોલીસે આરોપી મહેન્દ્રની વિરૂધ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.