લગ્નના ૧૦ વર્ષ બાદ મોહિત મલિક પિતા બનવાનો છે
મુંબઈ: ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સને ત્યાં આવતા વર્ષે નાનકડા મહેમાનનું આગમન થવાનું છે. આ ગેંગમાં હવે વધુ એક કપલ જાેડાયું છે અને તે છે અદિતિ અને મોહિત મલિક. કપલ આવતા વર્ષના મે મહિનામાં પોતાના પહેલા સંતાનને આવકારવાના છે.
મોહિતે બોમ્બે ટાઈમ્સ સાથેની એક્સક્લુઝિવ ચેટમાં આ ગુડ ન્યૂઝ શેર કર્યા છે. તેણે કહ્યું કે, હું શૂટમાં બિઝી હતો ત્યારે અદિતિએ મને ફોન કર્યો અને આ ગુડ ન્યૂઝ આપ્યા. તેણે મને કહ્યું કે, ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. એક મિનિટ માટે તો હું ગભરાઈ ગયો હતો.
કારણ કે મને લાગ્યું હતું કે, તે કોવિડ-૧૯ પોઝિટિવ વિશે વાત કરી રહી હતી. પરંતુ બાદમાં તે હસી અને મને કહ્યું કે, તે પ્રેગ્નેન્ટ છે અને અમે માતા-પિતા બનવા જઈ રહ્યા છે. હું તેને વારંવાર ચેક કરાવવાનું કહેતો હતો. પરિવારમાં નવા સભ્યનું આગમન થવાનું છે તે વાતથી અદિતિ પણ એટલી જ રોમાંચિત છે. હાલ તો તેનો પ્લાન ઘરેથી કામ કરવાનો છે. તેણે કહ્યું કે, ‘હું રેસ્ટોરન્ટનો બિઝનેસ સંભાળુ છું, પરંતુ હાલ તો તેનું સંચાલન ઘરેથી થશે. હું અને મોહિત પૂરતી સાવચેતી રાખી રહ્યા છીએ. અમે મિત્રોને મળવાનું ચાળી રહ્યા છીએ.
મારા પિતા, કે જેઓ છેલ્લા કેટલાક મહિનાથી બીમાર હતા તેઓ હવે રિકવર થઈ રહ્યા છે તેમજ નાના બનવાના હોવાથી ઉત્સાહિત છે. ભાવુક થયેલા મોહિતે ઉમેર્યું કે, મારા માતા-પિતા દાદા-દાદી બનવાની લાંબા સમયથી રાહ જાેઈ રહ્યા હતા. જ્યારે મેં તેમને આ ગુડ ન્યૂઝ આપ્યા ત્યારે પૂછ્યું હતું કે, ‘હવે તમે બંને ખુશ છો?’. જ્યારે ‘કુલ્ફી કુમાર બાજેવાલા’માં મેં પિતાનો રોલ પ્લે કર્યો હતો ત્યારે હું ખરેખર તેને અનુભવતો પણ હતો. ટીવી શોમાં બે દીકરીના પિતાનો રોલ કરીને હું ખુશ હતો.
તેથી, જાે મારા ઘરે દીકરી આવશે તો તો હું સાતમા આસમાને ઉડવાનો છું. તેણે વધુમાં કહ્યું કે, ‘હું અને અદિતિ વ્યક્તિગત રીતે વધુ સારા બનવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારા ઘરમાં નેગેટિવિટી ન આવે તેનું પણ ધ્યાન રાખીએ છીએ. જીવનના નવા અધ્યાયને આવકારવા આતુર છીએ. અમે અમારું બેસ્ટ આપવાનો પણ પ્રયાસ કરીશું.