ડ્રેગન સાથે તનાવ વચ્ચે સેના પ્રમુખે એલએસી પર તૈયારીઓની સમીક્ષા કરી

લેહ, પૂર્વી લદ્દાખની વાસ્તવિક નિયંત્રણ રેખા એલએસી પર મહીનાઓથી ચાલી રહેલા ભારત ચીનમાં તનાવ વચ્ચે ભારતીય સેના પ્રમુખ જનરલ એમ એમ નરવણે આજે પૈંગોંગ સો લેકન દક્ષિણ ભાગવાળા ફોરવર્ડ વિસ્તારનો પ્રવાસ કર્યો હતો.તેમણે એલએસી પર વર્તમાન સ્થિતિ અને સેનાની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
સેના પ્રમુખ નરવણે આજે સવારે ૮.૩૦ કલાકે ફોરવર્ડ વિસ્તારમાં પહોંચ્યા હતાં ત્યારબાદ તેમણે ઉધમપુર ખાતે નોર્દન કમાંડની એકઆઇવી કોર્પ્સના સૈનિકોથી મુલાકાત કરી હતી. સેનાએ ટ્વીટ કરી જાણકારી આી કે સેના પ્રમુખ જનરલ એમ એમ નરવણે રેચિન લા સહિત ફોરવર્ડ વિસ્તારનો પ્રવાસ કર્યો અને ખુદ એલએસીની વાસ્તવિક સ્થિતિની સમીક્ષા કરી સેનાએ આગળ કહ્યું કે જનરલ ઓફિસર કમાંડિગ (જીઓસી) ફાયર એન્ડ ફયરી કોર્પ્સ અને અન્ય સ્થાનીક કમાંડરોએ આપણી સેનાી ઓપરેશનલ તૈયારીઓની બાબતમાં જાણકારી આપી.
સેના પ્રમુખે રેચિન લ પર ફોરવર્ડ વિસ્તાર પર બનાવવામાં આવેલ સૈનિકોના રહેવાની જગ્યાની સ્થિતિની પણ સમીક્ષા કરી હતી તેમણે એલએસી પર સૈનિકોને સહજ બનાવવા માટે કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી. એ યાદ રહે કે ભારત અને ચીનની વચ્ચે એપ્રિલ મહીનાથી જ તનાવની સ્થિતિ એલએસી પર જારી છે આ સ્થિતિ તે સમયે વધુ ખરાબ થઇ હતી જયારે ગલવાન ઘાટીમાં બંન્ને સેનાઓ આમને સામને આવી ગઇ હતી આ હિંસક ટકરાવમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયો હતો જયારે ચીનના પણ અનેક સૈનિક માર્યા ગયા હતાં. આ ઘટના બાદ બંન્ને દેશોએ સૈન્ય અને કુટનીતિક સ્તરની અનેક વાર્તાઓ કરી છે પરંતુ પુરી રીતે તનાવ ખતમ કરવામાં સફળતા મળી નથી.HS