Western Times News

Gujarati News

દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૨૩,૯૫૦ નવા કેસ,૩૩૩ દર્દીના મોત

નવીદિલ્હી, દેશમાં એક દિવસ આંશિક રાહત મળ્યા બાદ કોરોના વાયરસના કેસોમાં ફરી ઉછાળો જાેવા મળ્યો છે.ચિંતાજનક બાબત એ છે કે મૃત્યુ આંક પણ રોજ ૩૦૦થી વધારે નોંધાઇ રહ્યો છે.કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૩,૯૫૦ નવા પોઝીટીવ કેસો નોંધાયા છે.આ ઉપરાંત કોવિડ ૧૯ના કારણે ૩૩૩ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૦,૯૯,૦૬૬ થઇ ગઇ છે.
ભારતમાં કોવિડની મહામારી સાથે લડીને ૯૬ લાખ ૬૩ હજાર ૩૮૨ લોકો સાજા પણ થઇ ચુકયા છે ૨૪ કલાકમાં ૨૬,૮૯૫ દર્દઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે હાલમાં ૨,૮૯,૨૪૦ એકિટવ કેસો છે દેશમાં અત્યાર સુધી કુલ ૧,૪૬.૪૪૪ લોકોના વાયરસના કારણે મોત થયા છે.

આઇસીએમઆરએ જાહેર કરેલ આંકડાઓ અનુસાર ૨૨ ડિસેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૧૬,૪૨,૬૮,૭૨૧ કોરોના સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતાં જયારે મંગળવારના ૨૪ કલાકમાં ૧૦,૯૮,૧૬૪ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
દરમિયાન નેશનલ એઆઇડીએસ રિસર્ચ ઇન્સ્ટિટયુટ (એનએઆરઆઇ)નું કહેવુ છે કે બ્રિટનમાં મળેલો નવો કોરોના વાઇરસ આપણે ત્યાં કરવામાં આવેલી તપાસમાં મળી આવ્યો નથી એનએઆરઆઇના ડિરેકટર ડો સમીરન પાંડાએ જણાવ્યું હતું કે અમે દેશના વિવિધ ભાગોમાં એકત્રિત કરવામાં આવેલા નમુનાઓની તપાસ કરી જેમાં કોરોનાનો બ્રિટમાં મળેલો સ્ટ્રેન મળ્યો નથી તેમણે કહ્યું કે આ વાઇસકના ફેલાવા અને તેની ગંભીરતા કયાં પ્રકારની છે એ હજુ સમજવાની જરૂર છે એ પણ સ્પષ્ટ નથી કે આ વાઇરસ લોકોના સ્વાસ્થ્ય માટે ખુબ જાેખમી રહેશે.

તેમણે કહ્યું કે નવો વાઇરસ આવે કે ન આવે પરંતુ વાઇરસની ચેઇન તોડવાના વ્યવહારિક નિયંત્રણો કડક કરવા જાેઇએ લગભગ ૧૧ સમાન વાઇરસ પહેલાથી જ ઓળખાઇ ગયા છે પણ તેનાથી ગભરાવવાની જરૂર નથી આ સમય નજર રાખવાનો કરવાનો છે. ભરાવવાનો નહીં તેમણે કહ્યું કે વેકિસન વાઇરસના વિવિધ ધટકો સામે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબુત બનાવે છે હજુ તેવું વિચારવું યોગ્ય નથી કે તૈયાર કરવામાં આવલી વેકિસન નિષ્ફળ જશે આ માટે પુરતા વૈજ્ઞાનિ પુરાવા પણ નથી.

ગુજરાતમાં ૨૨મી ડિસેમ્બરે ૯૮૮ કેસ પોઝીટીવ નોંધાયા છે જયારે સાત દર્દીઓના મોત થયા છે જયારે તેની સામે કુલ ૧૨૦૯ દર્દીઓ સાજા થઇને ઘરે ગયા છે. અમદાવાદમાં ૨૦૯ સુરતમાં ૧૬૦, વડોદરામાં ૧૩૭, રાજકોટમાં ૧૩૩ ખેડામાં ૩૨, પંચમહાલમાં ૨૪,દાહોદમાં ૨૩ ગાંધીનગરમાં ૩૩ જામનગરમાં ૨૭ ભાવનગરમાં ૧૫ કચ્છમાં મહીસાગરમાં ૧૩-૧૩, સાબરકાંઠા સુરેન્દ્રનગરમાં ૧૦ કેસ નોંધાયા છે.જયારે પાટણમાં નવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં હાલમાં કુલ ૧૧૩૯૭ કેસ એકિટવ છે જયારે ૬૪ દર્દીઓ વેન્ટિલેટર પર છે રાજયમાં કુલ ૧૧૩૩૩ કેસ સ્ટેબલ છે અત્યાર સુધીમાં કુલ ૪૨૪૮ દર્દીઓના મૃત્યુ થયા છે.અણદાવાદમાં ૫ બોટાદમાં અને સુરતમાં ૧-૧ મળીને કુલ ૭ના મોત થયા છે.ગુજરાત રાજયનો કોરોના સામે રિકવરીનો દર ૯૩.૪૧ ટકાએ પહોંચ્યો છે.

એ યાદ રહે કે જાન્યુઆરીમાં કોરોનાની વેકસિન આવી રહે છે અને સરકાર દ્વારા રસી આપવાની કામગીરીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. તેના માટે દિલ્હીમાં વેકિસનના ઉપકરણો પણ આવી ગયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.