Western Times News

Gujarati News

કેરલમાં અભયા હત્યા કેસમાં પાદરી અને નનને ઉમ્રકેદની સજા

તિરૂવનંતપુરમ, કેરલની સ્પેશલ સીબીઆઇ કોર્ટે ૨૮ વર્ષ જુના સિસ્ટર અભયા હત્યા કેસમાં હત્યાના બંન્ને પાદરી અને નનને ઉમ્રકેદની સજા સંભળાવી છે. મંગળવારે કોર્ટે આ મામલામાં ફાધર થોમસ કોટ્ટુર અને નન સિસ્ટર સેફીને સિસ્ટર અભયાની હત્યાના દોષિત ઠેરવ્યા હતાં કેરલના કોટ્ટાયમના એક કોન્વેંટમાં વર્ષ ૧૯૯૨માં થયેલ આ ઘટનામાં ૨૮વર્ષ બાદ કોર્ટે ચુકાદો આપ્યો છે.

સીબીઆઇ કોર્ટે કેથોલિક ફાધર થોમસ કોટ્ટુર અને નન સિસ્ટર સેફીને આ હત્યા માટે ઉમ્રકેદની સજા સંભળાવી છે. કોટ્ટુરને કલમ ૩૦૨ હેઠળ ઉમ્રકેદની સાથે પાંચ લાખનો દડ ભરવાની સજા આપવામાં આવી છે જયારે પુરાવા મિટાવવા માટે સાત વર્ષની જેલ અને કોન્વેંટમાં બિન સત્તાવાર રીતે ધુસવા માટે ઉમ્રકેદની સજા મળી છે.

જયારે સિસ્ટર સેફીને પણ કલમ ૩૦૨ હેઠળ હત્યા માટે ઉમ્રકેદ અને સાથે પાંચ લાખનો દંડ ભરવાની સજા સભળાવવામાં આવી છે. જયારે પુરાવા મિટાવવા માટે સાત વર્ષોની સજા મળી છે. સિસ્ટર સેફી તે કોન્વેંટનો પ્રભાર સંભાળતા હતાં જયાં સિસ્ટર અભયા રહેતી હતી.કોટ્ટાયમની એક કોન્વેંટમાં ૨૧ વર્ષીય સિસ્ટર અભિયાની ૧૯૯૨માં હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ અપરાધ છુપાવવા માટે તેના શબને કોન્વેંટના પરિસરમાં આવેલ એક કુવામાં ફેંકી દેવામાં આવ્યું હતું. સીબીઆઇ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે ફાધર થોમસ કોટ્ટુર અને સિસ્ટર સેફીની વિરૂધ્ધ હત્યાના આરોપ સાબિત થાય છે હાલ બંન્ને ન્યાયિક હિરાસતમાં છે આમ આ મામલામાં એક ત્રીજા આરોપી ફાધર ફુથરાંકયાલને બે વર્ષ પહેલા જ પુરાવાના અભાવે મુકત કરવામાં આવ્યો હતો આ મામલામાં વિશેષ સીબીઆઇ અદાલતે ન્યાયાધીશ જે સનલ કુમારે આ મામલામાં નિર્ણય સંભળાવ્યો હતો કોર્ટ બુધવારે સજાની મુદ્‌ત માટે નિર્ણય સંભળાવશે.

થોમસ કોટ્ટુર કોટ્ટાયમની બીસીએમ કોલેજમાં સિસ્ટર અભયાને સાઇકોલોજી ભણાવતા હતાં તે તે સમયના બિશપના સચિવ પણ હતાં બાદમાં તે કોટ્ટાયમના ચાંસલર પણ બન્યા હતાં જયારે સિસ્ટર સેફી પણ તેજ હોસ્ટેલમાં રહેતી હતી આ ઘટનાને શરૂઆતમાં પોલીસ અને ક્રાઇમ બ્રાંચે આત્મહત્યાથી થયેલ મોત બતાવ્યું હતું પરંતુ ભારે વિરોધ પ્રદર્શન અન અરજીઓ બાદ આ કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.