Western Times News

Gujarati News

તમિલનાડુમાં જલ્લીકટ્ટુના આયોજનને શરતી મંજૂરી

ચેન્નઈ, તમિલનાડુ સરકારે બુધવારે વાર્ષિક જલ્લીકટ્ટુ રમતના આયોજનને મંજૂરી આપી દીધી છે. સરકારી નિવેદન અનુસાર તેમાં માત્ર ૩૦૦ લોકોને જ ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. સામાન્ય રીતે આ રમતમાં હજારો લોકો ભાગ લે છે અને બળદને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ વખતે પ્રતિભાગી સિમિત હશે. સરકારના મતે રેસમાં મહત્તમ ૩૦૦ લોકોની મર્યાદા રહેશે જે પૈકી બળદ દોડાવવા માટે ૧૫૦ લોકો જ ભાગ લઈ શકશે જગ્યાના ૫૦ ટકા દર્શકો તરીકે હાજર રહી શકશે. આ રેસમાં ભાગ લેનારા તમામના કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી છે.

સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જલ્લીક્ટુ અને મંજુવિરટ્ટુ (એક અન્ય પ્રકારની બળદની રમત)માં ૨૦૦ પ્રતિભાગીઓને ભાગ લેવાની મંજૂરી આપવામાં અવશે. ઈરુદુ વિઝુમ નિગાઝહચ્ચી (અન્ય એક પારંપકિર રમત)માં પણ ૧૫૦ લોકોને જ સામેલ થવાની મંજૂરી હશે. આ અંગે જાન્યુઆરી ૨૦૨૧માં વિસ્તૃત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (એસઓપી) જાહેર કરવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.