કોવિડ-19 મહામારી વચ્ચે દ્રષ્ટિહિન લોકોની દુર્દશા
ફિક્કી દ્વારા આયોજિત કોન્કલેવમાં, નિષ્ણાંતોએ કોવિડ -19 મહામારીના કારણે આંખના રોગોથી પીડાતા દર્દીઓની મુશ્કેલીઓ અંગે વિચારણા કરી.
ભારતના લગભગ 35% બુઝુર્ગ લોકો કોઈના કોઈ પ્રકારે દ્રષ્ટિહિનતા સાથે જીવી રહ્યા છે. આમાંથી મોટાભાગના લોકોને મોતિયો, ગ્લૂકોમા કે રેટિનાથી સબંધિત બીમારીઓ છે. જો સમયસર આ બીમારીઓનું નિદાન કે સારવાર ના કરવામાં આવે તો, દર્દી દ્રષ્ટિહિનતાનો શિકાર બની શકે છે.
ડો. મહેન્દ્ર ચૌહાણ, ચેરમેન ભારત કેન્સર હોસ્પિટલ, પ્રિન્સિપાલ ઓફ ભારતી મૈયા ઓપ્ટોમેટ્રી કોલેજ, ચેરમેન ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી આઇએમએ દિલ્હી, સેનેટ મેમ્બર સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરતે જણાવ્યું કે, “ વોટરિંગ આઇ, રેડનેસ અને બ્લર્ડ વિઝન જેવા શરુઆતના લક્ષણોને ઓળખવા માટે લોકોને જાગરુક કરવા અને પ્રોત્સાહિત કરવા માટે પબ્લિક હેલ્થ ડોમેઇનમાં આઇ હેલ્થને પ્રાથમિકતા આપવાની તાત્કાલિક જરુર છે.
આમાંના કેટલાક રોગો, જેમ કે મોતિયો, ગ્લુકોમા, રેટિના જેવા પ્રગતિશીલ છે અને અંધત્વને રોકવા માટે આજીવન સારવારની જરૂર છે. પ્રી-લોકડાઉન પરિદૃશ્યની તુલનામાં, અમારી પાસે આવતા આંખના રોગવાળા વધારે લોકો એડવાન્સ્ડ સ્ટેજમાં છે. આ ચિંતાજનક પ્રવૃતિ છે, કારણ કે સારવારમાં વિલંબ પર દ્રષ્ટિ બગડવાનું જોખમ 10% કરતા વધારે થવાનું જોખમ છે. તેથી, દર્દીઓની તેમની દ્રષ્ટિને વધુ બગડતા અટકાવવા તેમના ડોકટરોની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરવા પ્રયત્નો કરવા જોઈએ.”
અંધત્વના મુખ્ય કારણોમાં વૃદ્ધોમાં એજ- રિલેટેડ મેક્યૂલર ડિજનરેશન (એએમડી) અને ડાયાબિટીઝના દર્દીઓમાં ડાયાબિટીઝ મેક્યૂલર એડીમા (ડીએમઇ) જેવા રેટિના રોગો છે. આ કિસ્સામાં, ડાયાબિટીઝથી પીડિત વ્યક્તિમાં અંધત્વ થવાનું જોખમ તંદુરસ્ત વ્યક્તિ કરતા 25 ગણું વધારે છે.
કોવિડ -19 અને લોકડાઉનને કારણે, દર્દીઓ લગભગ 4 મહિનાથી ડોકટરોની અપોઈન્ટમેન્ટ મેળવવામાં અસમર્થ હતા. આનાથી ભારતમાં નેત્રહીન લોકોની સંખ્યામાં વધારો થઈ શકે છે, હાલમાં ભારતમાં 48 લાખ નેત્રહીન લોકો છે. નેશનલ બ્લાઇન્ડનેસ એન્ડ બ્લાઇન્ડ સર્વે 2019 અનુસાર, ભારતમાં અંધત્વ (92.9%) અને દ્રષ્ટિ હાનિ (96.2%)ના મોટાભાગના કિસ્સાઓ રોગોની અવગણના અને યોગ્ય સમયે સારવાર ન લેવાને કારણે થાય છે.
પરિષદના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આંખના અમુક રોગો અને ખાસ કરીને રેટિનાને લગતા રોગોની સારવાર માટે દર્દીને આંખમાં ઇન્જેકશન આપવું પડે છે, જે ફક્ત ડોક્ટર જ આપી શકે છે. નિયમિત સારવારની માત્રા ન લેવાથી દ્રષ્ટિમાં વધુ ખરાબ થવાનું જોખમ પણ વધે છે. તેઓએ એન્ટી – વીઇજીએફ ઇન્જેક્શન મોંઘા હોવાના કારણે અને મિડલ અને લોઅર ગ્રુપના દર્દીઓ પર વધારાના બોજ તરફ દોરી જવાને કારણે દર્દીઓ તેમની સારવારમાં વિલંબ લે છે તે વિશે પણ જણાવ્યું હતું. તેથી, તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઓક્ટોબર 2020 થી, ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી અને ડેવલોપમેન્ટ ઓથોરિટી (આઈઆરડીએ) ઈન્સ્યોરન્સ કવરમાં એન્ટી – વીઇજીએફ ટ્રીટમેન્ટનો સમાવેશ કરશે.
કેટલાંક બુઝુર્ગ દર્દીઓમાં કાર્યાત્મક દ્રષ્ટિની સમસ્યાઓ હોય છે- ચાલતાં સમયે પગલુંના દેખાવું કે આસપાસની વસ્તુઓ ના દેખાવી. આ દર્દીઓમાં આવી સમસ્યાનો સામનો નહિ કરી રહેલા લોકોની તુલનામાં 90% સુધી વધારે ડિપ્રેશનમાં જવાની આશંકા હોય છે. રેટિનાથી સબંધિત બીમારીઓથી પીડિત વયસ્કોમાં આકસ્મિક પડી જવા અને અન્ય ઈજાનું વધારે જોખમ હોય છે.