Western Times News

Gujarati News

વહેલી પરોઢે દિલ્હીની ધરતી ધ્રૂજી, ૨.૩ ભૂકંપની તીવ્રતા

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપના આંચકા શુક્રવાર સવારે ૫ઃ૦૨ વાગ્યે અનુભવાયા. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૩ માપવામાં આવી છે. દિલ્હીમાં છેલ્લા કેટલાક મહિનામાં અનેકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે.

મળતી જાણકારી મુજબ, દિલ્હીની સાથોસાથ એનસીઆરના કેટલાક વિસ્તારોમાં પણ હળવા આંચકા અનુભવાયા છે. દિલ્હીની પાસે આવેલા નોઇડા અને ગાજિયાબાદમાં પણ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા. જાેકે હજુ તેની ઓફિશિયલ પુષ્ટિ નથી થઈ શકી.

હાલમાં જ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના એક અધિકારીએ કહ્યું હતું કે, લોકો આગામી બે વર્ષમાં કોઈ પણ પ્રાકૃતિક આપત્તિ દરમિયાન મદદ માંગવા માટે ઇમરજન્સી નંબર ૧૧૨નો ઉપયોગ કરી શકશે. એનડીએમએ ખતરાવાળા વિસ્તારોમાં લોકોને સમયસર સતર્ક કરવાની વ્યવસ્થા શરૂ કરવાનું પણ કામ કરી રહી છે. એસએમએસ, મોબાઇલ એપ, રેડિયો અને ટેલીવિઝન જેવા સંચારના તમામ માધ્યમોનો ઉપયોગ કરી સ્વચાલિત રીતે લોકોને ચેતવણીના સંદેશ આપવામાં આવશે.

એનડીએમએના સલાહકાર (પરિચાલન અને સંચાર) બ્રિગેડિયર અજય ગંગવારનું કહેવું છે કે, ગૃહ મંત્રાલય જન સુરક્ષા પર કામ કરી રહ્યું છે. ઇમરજન્સી સ્થિતિ માટે ૧૧૨ નંબર હશે. તેને પોલીસ, આગ સાથે જાેડાયેલી ઇમરજન્સી સ્થિતિ, મહિલા અને બાળ સંરક્ષણ તથા અન્ય ઇમરજન્સી સ્થિતિ માટે કાર્યરત કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.