Western Times News

Gujarati News

દરેક યોજનાનો લાભ આસામ અને તેની જનતાને પહોંચાડવાનો પ્રયાસ અમે કર્યો: અમિત શાહ

ગોવાહાટી, પશ્ચિમ બંગાળની સાથે સાથે આગામી વર્ષ આસામમાં પણ વિધાનસભા ચુટણી થનાર છે કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ બંગાળની સાથે સાથે મિશન અસમની તૈયારીમાં પણ લાગ્યા છે ત્યારે આસામમાં આયોજીત એક રેલીને સંબોધન કરતા અમિત શાહે વિરોધ પક્ષ પર તો ભારે પ્રહારો કર્યા સાથે સ્થાનિક અને કેન્દ્ર સરકારના કામકાજનો હિસાબ પણ આપ્યો હતો. તેમણૈ અલગાવવાદ કોરોન સીજેઆઇ અને ભુપેન હજારિકાના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો.

અમિત શાહે કહ્યું કે હું તે સૌને આજે પુછવા માંગુ છું કે શું આપ્યું તમે અસમના લોકોને આંદોલન કરી કોઇ વિકાસ કાર્ય થયુ નહીં જે થયં તો ફકત અસમના યુવાનાનોના શહીદ થવાનું કામ યું ચુંટણીની મૌસમ આવનાર છે ફરીથી આ અલગાવવાદની વાત કરનારા ચહેરા અને રંગરૂપ બધુ બદલી લોકોની વચ્ચે આવશે આપણને ઉલ્ટુ સુલટુ સમજાવશે આંદોલનની દિશામાં લઇ જશે જયાં સુધી ભાજપનો સવાલ છે અસમને આ છ વર્ષની અંદર અમે કોઇને પરાયા સમજ્યા નથી અસમને દિલ્હીએ પ્રાથમિકતા આપી છે નાર્થ વેસ્ટને પ્રાથમિકતા આપી છે દરેક યોજનાનો લાભ અસમ અને ત્યાંની જનતાને પહોંચે તેનો પ્રયાસ અમે કર્યું છે.

તેમણે કહ્યું કે હજુ કેટલાક લોકો કૃષિ સુધાર કાનુનોને લઇ મોટું આંદોલન કરી રહ્યાં છે હું તમામને આ પ્રસંગ પર અપીલ કરૂ છું કે તમે મુખ્યધારામાં આવે સરકારની સાથે ચર્ચા કરો અને સમસ્યાઓનું સમાધાન શોધીએ.  તેમણે કહ્યું કે ભુપેન હજારિકા ફકત અસમ જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર પૂર્વના સાહિત્ય અને કલાના પ્રતીક બની દેશમાં રહ્યાં છે.પરંતુ તેમને કોઇ સન્માન મળ્યુ નહીં નરેન્દ્ર મોદીએ ભુપેન હજારિકાજીને ભારત રત્ન આપી આપણા સાહિત્ય અને કલાને આગળ વધારાનું કામ કર્યું છે. મને એ કહેતા ખુશી થાય છે કે દેશમાં કોરોનાનો સામનો કરવામાં અસમ સૌથી ઉપરના રાજયોમાં રહ્યું અહીં મૃત્યુ પણ .૪૭ ટકા રહી.

તેમણે કહ્યું કે એક જમાનામાં અહીં તમામ રાદયોમાં અલગાવવાદી પોતાના એજન્ડા ચલાવા હતાં યુવાનોના હાથમાં બંદુક પકડાવતા હતાં આજે તે તમામ સંગઠનો મુખ્ય પ્રવાબમાં સામેલ થઇ ગયા છએ અને આજે યુવા પોતાના નવા સ્ટાર્ટઅપની સાથે વિશ્વભરના યુવાની સાથે સ્પર્ધા કરી પોતાની શક્તિને ભારતની શક્ત બનાવવાની દિશામાં આગળ વધી રહ્યાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.