Western Times News

Gujarati News

મોદી સરકારે પશ્ચિમ બંગાળી મદદ માટે કાંઇ પણ કર્યું નથી: મમતા બેનર્જી

કોલકતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ પોતાના સંબોધનમાં પશ્ચિમ બંગાળ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે તે પોતાના રાજકીય એજન્ડાને કારણે કિસાનો માટે એક કેન્દ્રીય લાભ યોજનાને અવરોધી રહી છે અને રાજયમાં ૭૦ લાખ કિાનોને મુખ્ય પીએમ સિાન યોજના હેઠળ નાણાં આપવાનો ઇન્કાર કરી રહીછ. મમતા બેનર્જીની વિચારધારાએ બંગાળને નષ્ટ કરી દીધુ છે. મોદીએ મુખ્યમંત્રી પર પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ કિસાન) હેઠળ કિસાનોને દર વર્ષ ૬,૦૦૦ રૂપિયા પ્રદાન કરવાની યોજનાને અવરોધ કરવાનો આરોપ લગાવ્યો હતો.

હવે ટીએમસીના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાનની ટીપ્પણી પર જવાબ આપતા કહ્યું કે મોદી સરકારે પશ્ચિમ બંગાળની મદદ માટે કાંઇ કર્યું નથી મુખ્યમંત્રીએ કહ્યું કે હજુ સુધી બાકીન ૮૫,૦૦૦ કરોડ રૂપિયાના એક હિસ્સાને પણ જારી કરવામાં આવ્યો નથી જેમા ૮,૦૦૦ કરોડ રૂપિયાના અનપેડ જીએસટી સામેલ છે.

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ ત્રણ કાનુનોને લઇ દિલ્હીની પાસે પ્રદર્શન કરી રહેલ હજારો કિસાનોના સમર્થનમાં ઉત્તરેલ બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાને કિસાનો માટે એક સ્પષ્ટ સંંબોધનના માધ્યમથી પોતાની સ્પષ્ટ ચિંતા બતાવી તેની જગ્યાએ તેમણે મુદ્દાના ઉકેલ કરવા માટે સતત કરવાની જરૂર છે.

મમતા બેનર્જીએ એક યાદીમાં કહ્યું કે હવે હું સીધી રીતે બતાવુ કે અમે હંમેશા કિસાનોના હિતમાં સહયોગ કરવા માટે તૈયાર છીએ મેંં વ્યક્તિગત રીતે બ પત્રો લખ્યા છે અને બે દિવસ પહેલા સંબંધિત મંત્રીથી વાત પણ કરી છે પરંતુ તે સહયોગ કરવાનો ઇન્કાર કરી રહ્યાં છે અને બદલામાં રાજનીતિક લાભ માટે દુર્ભાગ્યપૂર્ણ પ્રચાર કરી રહ્યાં છે જયારે અમે કેન્દ્ર સરકારની સાથે મોટાભાગની યોજનાઓ લાગી કરી રહ્યાં છીએ તો કિસાનોને લાભ પહોંચનારી યોજના પર સહયોગ કરીએ તે સવાલ અજીબ લાગે છે.

તેમણે કહ્યું કે મોદીએ મારી વિચારધારા અને બંગાળા લોકો પ્રત્યે પ્રતિબધ્ધતા પર સવાલ ઉઠાવ્યા છે આથી હું તમને યાદ અપાવું કે મારી વિચારધારા આ દેશના સંસ્થાપક પિતાની દ્‌ષ્ટિ અનુરૂપ છે અને મેં પુરા મનથી પુરી ઇમાનદારીની સાથે લોકોની યોગ્ય ઇરાદા અને પ્રયાસોની સાથે સેવા કરી છે. જે કાંઇ પણ મારી પાસે છે તે રાજયના લોકોનું જ છે રાજયના લોકો જ મારો પરિવાર છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.