મધ્યપ્રદેશમાં કોરોનાને કારણે વિધાનસભા સત્ર સ્થગિત

ભોપાલ, મધ્યપ્રદેશમાં સોમવારે શરૂ થનાર ૩ દિવસના વિધાનસભા સત્રને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. એક દિવસ પહેલા ૫ ધારાસભ્યો અને સચિવાલયના ૬૧ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. તેના કારણે સત્રને સ્થગિત કરાયું છે. આ તમામ લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે. આપણા સૌ માટે રાહતના સમાચાર છે.
https://westerntimesnews.in/news/93992
દેશમાં સતત બીજા દિવસે કોરોનાથી થતા મોતની સંખ્યા ૩૦૦થી ઓછી રહી છે. ૨૫ ડિસેમ્બરે દેશમાં ૨૫૧ લોકોના મોત થયા હતા. જેના બીજા દિવસે ૨૬ ડિસેમ્બરે ૨૮૦ મોત થયા હતા. ૯ જૂન પછી પહેલી વખત આવા રાહત આપનારા આંકડા સામે આવ્યા છે. ૯ જૂને દેશમાં ૨૭૨ લોકોના મોત થયા હતા. ત્યારપછીથી આ આંકડો સતત વધતો જઈ રહ્યો છે.