Western Times News

Gujarati News

બેંક કૌભાંડઃ સંજય રાઉતના પત્નીને ઇડીની નોટિસ

Files Photo

નવી દિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PNB) બેન્ક કૌભાંડમાં શિવસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતના પત્ની વર્ષા રાઉતને નોટિસ ફટકારી છે.

EDએ વર્ષા રાઉતને ૨૯ ડિસેમ્બરે પૂછપરછ માટે બોલાવી છે. રિપોર્ટ્‌સ મુજબ EDએ થોડા દિવસ પહેલા PMC કૌભાંડમાં એક આરોપી પ્રવીણ રાઉતની ધરપકડ કરી હતી. તપાસમાં પ્રવીણના એકાઉન્ટમાંથી વર્ષાના એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થયું હોવાનું જાણાવ મળ્યું છે. આ ટ્રાન્ઝેક્શન અંગે પૂછપરછ માટે વર્ષાને બોલાવવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષા રાઉત પ્રોપર્ટી ખરીદવા માટે આ રકમ ઉધાર લીધી હોવાનું જાણવા મળ્યું છે.  કૌભાંડમાં ધરપકડ થયેલ પ્રવીણ સંજય રાઉતનો નજીકનો હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો મુજબ સંજય રાઉતે રાજ્યસભા ચૂંટણીમાં આપેલ એફિડેવિટમાં પત્ની વર્ષાના એકાઉન્ટમાં આવેલા પૈસાને લોન ગણાવી હતી.

ગત વર્ષે PMC બેન્કમાં કૌભાંડની વાત સામે આવી હતી. બેન્કે નિયમોને નેવે મૂકીને  મોટી લોન આપી હતી. બાદમાં  PMCએ બેન્ક મેનેજમેન્ટને હટાવીને પોતાનો એડમિનિસ્ટ્રેટર નિયુક્ત કર્યો હતો. કૌભાંડ બહાર આવ્યા પછી હજારો ગ્રાહકો પોતાના પૈસા પરત મળે તેની રાહ જાેઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.