Western Times News

Gujarati News

તીવ્ર ઠંડીથી ઘઉં, ચણાના પાકનું મબલખ ઉત્પાદન થશે        

અરવલ્લી:રાજ્યમાં રેકોર્ડબ્રેક ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે અરવલ્લી જીલ્લામાં ઠંડા શીત લહેરી પવનોના પગલે તાપમાનનો પારો ગગડી ૧૧ ડિગ્રીએ પહોંચતા હાડ થીજાવતી ઠંડી પડતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા

ઠંડીથી રાહત મેળવવા લોકોએ તાપણાં અને હીટરનો સહારો લીધો હતો વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાતા વાતાવરણમાં વીઝીબીલીટી ઘટતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા

ઠંડીનું જોર વધતા ખેડૂતોએ રવિ પાકની સીઝન માટે ફાયદાકારક હોવાની સાથે મબલખ ઉત્પાદન થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો

અરવલ્લી જીલ્લામાં ૧.૨૭ લાખ હેક્ટર જમીનમાં રવિ પાકનું વાવેતર કર્યું છે જેમાં ૬૮૩૬૩ હેક્ટરમાં ઘઉં,૧૪૨૯૦ હેક્ટરમાં ચણા,૧૯૨૪૭ હેક્ટરમાં બટાકા અને ૧૨૯૯૦ હેક્ટરમાં મકાઈ તેમજ રાયડો,તમાકુ શાકભાજી અને પશુઓ માટે ઘાસચારાનું વાવેતર કર્યું છે

ત્યારે ઠંડીની તાતી જરૂરિયાત સમયે જ ઠંડીએ જીલ્લામાં કોલ્ડવેવ જેવી સ્થિતિનું નિર્માણ થતા ખેડૂતોમાં આનંદ છવાયો છે

ખેડૂતોએ વધુ ઠંડી મુખ્યત્વે ઘઉં અને ચણાના પાકને ફાયદાકારક હોવાથી મબલખ ઉત્પાદન થશે તેવી આશા સેવી રહ્યા છે સોમવારે એકાએક ઠંડીમાં તીવ્ર વધારો થતા લોકો ઠંડીમાં ઠૂંઠવાયા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.