નેપાળમાં ચીની હસ્તક્ષેપની વિરૂધ્ધ લોકો માર્ગો ઉપર ઉતરી આવ્યા
કાઠમાંડૂ, નેપાળમાં ચીનના વધતા હસ્તક્ષેપથી ગુસ્સે ભરાયેલા લોકોએ કાઠમાંડૂમાં માર્ગો પર ઉપર પ્રદર્શન કર્યું હતું પ્રદેશનકારીઓએ ચીન વિરોધમાં સુત્રોચ્ચાર કર્યા હતાં પ્રદર્શનકારીએના હાથોમાં ચીનની વિરૂધ્ધના બેનર અને પોસ્ટરો હતાં આ પોસ્ટરોમાં નેપાળમાં ચીની હસ્તક્ષેપને બંધ કરવાની માંગ કરવામાં આવી હતી.એ યાદ રહે કે ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફિગના ખાસ દુત ગુઓ યેઝોઉ કાડમાંડીમાં છે તે નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટીના બંન્ને વિરોધી જુથ વડાપ્રધાન કે પી શર્મા અને પુષ્પ કમલ દહનની વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કરશે તેઓ પાર્ટીના ઉચ્ચ ટુકડી સાથે અહીં પહોંચ્યા છે તેમનો હેતુ પ્રચંડ અને ઓલી વચ્ચે સમાધાન કરાવી કોઇ પણ કીમત પર સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટીમાં ફુટ રોકવાનો છે.
કાઠમાંડૂ પોસ્ટો અખબારના જણાવ્યા અનુસાર સત્તારૂઢ એનસીપીથી જાેડાયેલ ચીનના પ્રતિનિધિમંડળના આવવાની પુષ્ટી કરી છે ચીનના આ પગલાને બીજીંગ દ્વારા જમીની સ્થિતિનું આકંલન કરવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. એનસીપીના પ્રચંડ જુથના વિદેશ મામલાના વિભાગના ઉપ પ્રમુખ વિષ્ણુ રિજાલે કહ્યું કે ચીની પક્ષે કાઠમાંડૂ યાત્રાની બાબતમાં તેમની વાતચીત કરી છે. જાે કે મારી પાસે તેનાથી વધુ બતાવવા માટે કાંઇ નથી જયારે આ સંબંધમાં કાઠમાંડૂ ખાતે ચીની દુતાવાસને પુછવામાં આવતા તેમણ કાંઇ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.
આ દરમિયાન નેપાળમાં બનતા ધટનાક્રમમાં નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીના નેતૃત્વવાળી સરકારે રાષ્ટ્પતિથી એક જાન્યુઆરીએ સંસદની ઉપરી સદનનું શિયાળુ સત્ર બોલાવવાની ભલામણ કરી છે રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી દ્વારા સંસદના નીચલા સદનને ભંદ કરવાના એક અઠવાડીયા બાદ સરકારે આ પગલું ઉઠાવ્યું છે હકીકતમાં ઓલીના નેતૃત્વવાળી સીપીએન યુએમએલ અને પ્રચંડના નેતૃત્વવાળી સીપીએન માઓવાદીના વિલયથી વર્ષ ૨૦૧૮માં નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીનો જન્મ થયો હતો. પ્રતિનિધિ સભાને ભંગ કર્યા બાદ પ્રચંડ જુથના સાત મંત્રીઓએ પોતાના રાજીનામા આપી દીધા હતાં.
જયારે ઓલીએ પોતાના મંત્રીમંડળમાં પાંચ પૂર્વ માઓવાદી નેતાઓ સહિત આઠ મંત્રીઓને સામેલ કર્યા જયારે પાંચ મંત્રીઓના વિભાગોમાં ફેરફાર કર્યો કેબિનેટમાં મંત્રીઓને સામેલ કર્યા બાદ ઓલીના નેતૃત્વમાં એક બેઠક થઇ અને રાષ્ટ્રપતિથી એક જાન્યુઆરીએ સંસદના ઉચ્ચ સદનનું શિયાળુ સત્ર બોલાવવાની ભલામણ કરી છે નેપાળ બંધારણ અનુસાર બે સત્રોની વચ્ચે છે મહીનાથી વધુનો સમય ન હોવો જાેઇએ ગત બજેટ સત્ર બે જુલાઇએ થયું હતું એ યાદ રહે કે ચીન નેપાળને સાથે રાખી ભારત પર દબાણ કરવા માંગે છે.HS