ચોર ખભે મૂકીને મોટું ગેસ કટર લાવ્યો -ATM તોડવાનો પ્રયાસ કર્યો
વડોદરાના મકરપુરામાં રાત્રી કર્ફ્યૂની વચ્ચે એટીએમ તોડવા આવેલો ચોર સીસીટીવી વીડિયોમાં દેખાયો
વડોદરા, તાજેતરમાંજ સુરત શહેરમાંથી રાત્રિ કર્ફ્યૂમાં સોનાની દુકાન લૂંટવા નીકળેલી રીક્ષા ગેંગ ઝડપાઈ અને તેમણે કબૂલાત કરી કે રાત્રિ કર્ફ્યૂનો લાભ લઈને તેઓ લૂંટ અને ચોરી કરવા માંગતા હતા. દરમિયાન આ ઘટનાના ૨૪ કલાકની અંદર જ વડોદરામાં એક સીસીટીવી વાયરલ થયો છે
જેમાં મકરપુરા વિસ્તારમાં આવેલી સ્ટેટબેન્ક ઓફ ઇન્ડિયાનું એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે. જાેકે, આ બનાવની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે એટીએમ તોડવા માટે ચોર કોઈના પણ ડર વગર પોતાના ખભે મસમોટું ગેસકટર નાખીને આવ્યો હતો. બિલ્ડીંગના સીસીટીવી વીડિયોમાં આ ચોર કેદ થયો છે.
જાેકે, તે એટીએમ તોડી ન શક્યો પરંતુ તેનો આ વીડિયો આ હાલમાં વાયરલ થઈ રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કોરોના પર કાબુ મેળવવા માટે રાજ્યના ચાર પ્રમુખ શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. રાત્રે ૯ થી લઇને સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ અલમમાં હોય છે. રાત્રી કર્ફ્યુ દરમિયાન શહેરીજનો અકારણ બહાર નિકળે તો કર્ફ્યુના ઉલ્લંઘન બદલ દંડ ભરપાઇ કરવો પડી શકે છે. તેવા સમયે શહેરના અનેક વિસ્તારોમાં રાત્રીના સમયે ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે.
જેને કારણે પોલીસના રાત્રી કર્ફ્યુની અમલવારી અને પેટ્રોલીંગની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. મોડી રાત્રે ૨-૩૦ કલાકે મકરપુરા વિસ્તારમાં આવેલું એસબીઆઈનું એટીએમ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
#Video મકરપુરામાં SBI નું ATM તોડવાનો પ્રયાસ: ચોર મસમોટુ ગેસકટર ખભે મુકીને લાવ્યા#SanjSamachar pic.twitter.com/ShN9MlG3TT
— Sanj Samachar (@Sanj_news) December 29, 2020
એસબીઆઈનું એટીએમ તોડવા માટે ચોર મસમોટું ગેસકટર સહિતનો સામાન પોતાના ખભે લઇને આવ્યા હતા. અને મળસ્કે એસબીઆઈનું એટીએમ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાે કે, ગેસ કટર વડે એસબીઆઈનું એટીએમ તોડવાનો પ્રયાસમાં કેશ બોક્સ તોડવામાં સફળતા મળી ન હતી. એટલે ચોરીનો પ્લાન નિષ્ફળ રહ્યો હતો.