Western Times News

Gujarati News

ગ્રાહકો ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકે તે માટે ઇ- દાખિલ પોર્ટલની શરૂઆત

ભારત સરકાર દ્વારા નવનિર્મિત ગ્રાહક સુરક્ષા અધિનિયમ- ૨૦૧૯ ની જોગવાઈ અંતર્ગત ગ્રાહકોને મુશ્કેલી ન પડે તે માટે રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ કમિશન, દિલ્હીના સહયોગથી રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન અને જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન ખાતે ફરિયાદ દાખલ કરવા માટે ઇ- દાખિલ પોર્ટલનું નિર્માણ કરવામાં આવેલું છે.

ગ્રાહકો પોતાની ફરિયાદ ઓનલાઇન દાખલ કરી શકે તેમજ આનુષાંગિક ફી પણ ઓનલાઇન ભરી શકે તે માટે ગુજરાત રાજ્ય માટે તા. ૨૪-૧૨-૨૦૨૦ ના રોજ રાજ્ય કમિશનના પ્રમુખશ્રી દ્વારા ઇ-દાખિલ પોર્ટલનો શુભારંભ કરવામાં આવેલ છે.

અરજદાર/ ગ્રાહકો ઇન્ટરનેટ દ્વારા ઇ-દાખિલ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવીને પોતાના લોગ-ઇન આઈ.ડી. પાસવર્ડથી તેઓની ફરિયાદ રાજ્ય કમિશન કે જિલ્લા કમિશન સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને ઓનલાઇન દાખલ કરી શકશે.

તે ઉપરાંત ઇ-દાખિલ પોર્ટલમાંથી ફી ભરવાની પણ ઓનલાઇન સુવિધા આપવામાં આવેલ છે. આ સુવિધાનો ઓનલાઇન સુવિધાનો ગ્રાહકો મહત્તમ લાભ લે તેમ રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન, અમદાવાદના રજિસ્ટ્રારની અખબારી યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.