અંશુલાનો બર્થ ડે ખુશી અને જાહ્નવીએ સેલિબ્રેટ કર્યો
મુંબઈ: મોટી બહેન અંશુલા કપૂરનો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે જાહ્નવી અને ખુશી પિતા બોની કપૂર સાથે અડધી રાતે તેના ઘરે પહોંચી હતી. અંશુલાએ આ માટે જાહ્નવી અને ખુશીનો આભાર માન્યો છે. અંશુલાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેનું ઘર કલરફુલ ફુગ્ગાઓ અને લાઈટિંગથી ડેકોરેટ કરેલું જાેવા મળ્યું છે.
આ સિવાય રુમના ખૂણામાં ‘વી લવ યુ’ લખેલા બલૂન્સ પણ છે. આ વીડિયોની સાથે અંશુલાએ લખ્યું છે કે, ‘આ વર્ષે ખરેખર બર્થ ડે સેલિબ્રેટ કરવાનું મારું મન નહોતું. પરંતુ મારી ક્યૂટી જાહ્નવી કપૂર અને ખુશી કપૂર મારા ઘરે આવી. ખોટું નહીં બોલું તેનાથી મારા ચહેરા પર મોટી સ્માઈલ આવી ગઈ.
મારી સનશાઈન બનવા માટે અને પેટમાં દુઃખે ત્યાં સુધી મને હસાવવા માટે આભાર. મોડી રાત્રે ખુશી, જાહ્નવી અને બોની કપૂર સાથે અંશુલા કપૂરના ઘરે બર્થ ડે સેલિબ્રેશન માટે પહોંચ્યા હતા ત્યારે તેઓ ફોટોગ્રાફરના કેમેરામાં કેદ થયા હતા. ખુશી હાઈ-વેસ્ટ રિપ્ડ જીન્સ અને ટી-શર્ટ પહેર્યું હતું, જ્યારે જાહ્વવીએ કોટનનો લોન્ગ કૂર્તો પહેર્યો હતો.
જ્યારે પિતા બોની વ્હાઈટ કૂર્તા-પાયજામામાં જાેવા મળ્યા હતા. કોરોનાને ધ્યાનમાં રાખીને ત્રણેય બાપ-દીકરીએ માસ્ક પહેર્યું હતું. અંશુલા કપૂરની બર્થ ડે પાર્ટીમાં કાકા સંજય કપૂર પણ હાજર રહ્યા હતા. તેની તસવીર પણ સામે આવી હતી. જેમાં તે ડેનિંમ અને શર્ટમાં જાેવા મળ્યો હતો.
વર્કફ્રંટની વાત કરીએ તો, જાહ્નવી છેલ્લે આઈએએફ પાયલોટ ગુંજન સકસેના પર બનેલી ફિલ્મમાં જાેવા મળી હતી. આ સિવાય તે હવે દોસ્તાના ૨માં જાેવા મળશે. જેમાં તેની સાથે કાર્તિક આર્યન અને લક્ષ્ય છે. તે રાજકુમાર રાવ સાથે પણ કામ કરી રહી છે. જાહ્નવી કરણ જાેહરની ફિલ્મ ‘તખ્ત’નો પણ ભાગ છે. જેમાં તેની સિવાય કરીના કપૂર, અનિલ કપૂર, આલિયા ભટ્ટ, રણબીર સિંહ, ભૂમિ પેડનેકર અને વિકી કૌશલ પણ છે.