Western Times News

Gujarati News

“મોબાઇલ ટુ સ્પોર્ટ્સ” રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધા તા. ૨૩ જાન્યુઆરી,૨૦૨૧ના રોજ યોજાશે

મુખ્યમંત્રી દ્વારા તા. ૦૧-૧૦-૨૦૨૦ના રોજ વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ”ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોનાની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તથા વીડિયોગેમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કિંમતી સમય વેડફતાં યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવાં રમત-ગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવાં એ સમયની તાતી જરૂરિયાત છે.

યુવાનો અને બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ-૨૦૨૦-૨૦૨૧ દરમિયાન “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ”ની નવી યોજના મંજૂર કરેલ છે. આ યોજનાને મોબાઈલ, ફેસબુક પેજ,યુ ટ્યૂબ,ચેનલ રેડીયો ક્વિઝ, ચિત્ર સ્પર્ધા, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા ખ્યાતનામ સ્પર્ધકોની વિગતો, ઓડિયો -વીડિયો ક્લિપ રજૂ કરી યુવાનોને રમત-ગમતની પ્રવૃતિઓ માટે પ્રેરણા સહ આકર્ષિત કરવામાં આવશે.

આ હેતુને સુચારૂં રીતે પાર પાડવા માટે રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ, ગાંધીનગર હસ્તકની કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા રમત-ગમત અધિકારીશ્રીની કચેરી અને  જિલ્લા યુવા વિકાસ અધિકારી, અમદાવાદ દ્વારા સંયુક્ત રીતે “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ” કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં અમદાવાદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારનાનજુદા- જુદા વય જૂથ  પ્રમાણેના કલાકારો ભાગ લઇ શકશે. જેમાં ૮ થી ૧૩ વર્ષના બાળકો (જન્મ તા. ૩૧-૧૨-૨૦૨૦ ને ગણવાની રહેશે). મોટી સંખ્યામાં ભાગ લઇ શકશે. કોવિડ મહામારીને ધ્યાનમાં લઇને સોસિયલ  ડિસ્ટન્સિંગ સાથે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ એ-૪ સાઇઝના ડ્રોઇંગ પેપર પર “૨૬ મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસ” વિષય પર પોતાની કૃતિ ઘરે બેસી તૈયાર કરી સ્પર્ધકે પોતાનું નામ, ઘરનું સરનામું, ઇ- મેઇલ આઇ.ડી. મો.નં. તથા શાળાના નામની વિગતો લખવાની રહેશે.

તેમજ ઉંમરના પુરાવા તરીકે આધારકાર્ડની ઝેરોક્ષ નકલ આપવાની રહેશે. દરેક સ્પર્ધકે પોતાની કૃતિની એન્ટ્રી રજિસ્ટર્ડ એ.ડી. તેમજ કુરીયર દ્વારા મોકલાવી આવશ્યક છે. તા. ૧૫-૦૧-૨૦૨૧, બપોરે ૧૨-૦૦કલાક સુધીમાં સાતમો માળ, જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, રવિશંકર રાવલ કલા ભવન, લો- ગાર્ડન, અમદાવાદ ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારી, અમદાવાદને પહોંચતી કરવાની રહેશે. સમય મર્યાદા બહારની કૃતિ સ્વીકારવામાં આવશે નહીં.

રાજ્ય કક્ષાની સ્પર્ધામાંથી  વિજેતા કલાકારોની પસંદગી કરવામાં આવશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂા. ૨૫,૦૦૦/-, દ્વિતિય વિજેતાને રૂા. ૧૫,૦૦૦/-તેમન તૃતિય વિજેતાને રૂા. ૧૦,૦૦૦/-ઇનામ આપવામાં આવશે. બાકીના અન્ય સાત ઉમેદવારોને રૂા. ૫,૦૦૦/- ના આશ્વાસન ઇનામો આપવામાં આવશે.

જિલ્લા કક્ષાએ વિજેતા થયેલ અમદાવાદ શહેર તેમજ ગ્રામ્યમાંથી પ્રથમ, દ્રિતિય અને તૃતિય નંબરે વિજેતા થયેલ સ્પર્ધકોને રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધા માટે પસંદ કરી રાજ્યમાં મોકલવામાં આવશે.

આ અંગેની વધુ માહિતી “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ” યોજના અંતર્ગત બ્લોગ એડ્રેસ http://districtsportsahmedabad.com પરથી,  ફેસબુક પેજ http://www.facebook.com?mobile2sports તેમજ યુટ્યૂબ ચેનલની લિંક http://www.youtube.com?channel?UCzsiROvtHpN4rKensUaz-gપરથી પણ મેળવી શકાશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારીયાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.