બ્રિટનથી આવેલ પરિવારની ૨ વર્ષની બાળકીને કોરોનાનો નવો સ્ટ્રેન
લખનૌ, ઉત્તરપ્રદેશના મેરઠમાં ૨ વર્ષની બાળકીમાં કોરોનાના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ મળ્યો છે. બાળકીમાં નવા વાયરસના સંક્રમણની પુષ્ટી થઇ છે.આ બાળકીનો પરિવાર ૧૫ ડિસેમ્બરે બ્રિટનથી મેરઠ આવ્યો હતો ચાર દિવસ પહેલા ત્રણ લોકોનો રિપોર્ટ પોઝીટીવ મળ્યો હતો નવા સ્ટ્રેનની તપાસ માટે તેના સેમ્પલ દિલ્હી મોકલવામાં આવ્યા હતાં બાળકીના સેમ્પલમાં સંક્રમણ મળ્યા બાદ લેબથી સીધો તંત્રને રિપોર્ટ મોકલી જાણકારી આપવામાં આવી છે. બાળકીમાં નવા સ્ટ્રેનની પુષ્ટી મેરઠના ડીએમ અને સ્થાનીક આરોગ્ય અધિકારીઓએ આપી છે.
બાળકીમાં સંક્રમણ મળ્યા બાદ તેના ઘરની આસપાસના વિસ્તારોને ઘેરાબંધી કરી સીલ કરી દેવામાં આવ્યા છે બાળકીના માતા પિતા પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે પરંતુ તેનામાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણો નથી બાળકી કે તેના પરિવારના સંપર્કોમાં આવેલા કે પછી આસપાસ રહેલા લોકોની સતત તપાસ કરવામાં આવી રહી છે.
એ યાદ રહે કે યુકેથી પરત આવેલા છ લોકોમાં નવા સ્ટ્રેનના લક્ષણ મળ્યા છે તેમાંથી ત્રણ તપાસ બેંગ્લુરૂ,બેની હૈદરાબાદ અને એકની પુણેની લેબમાંથી છે તેના સેમ્પલમાં કોરોનાનો નવો સ્ટ્રેન જાેવા મળ્યા છે નવા સ્ટ્રેનને લઇને સરકારે સતર્કતા દેખાડતા યુકેથી પરત આવતા લોકોના જીનોમનું સ્કિવેન્સિગ કરાવવામાં આવ્યું હતું તેનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. નવા સ્ટ્રેનના કેસ મળ્યા બાદ સરકાર વધુ એલર્ટ થઇ ગઇ છે.નવા સ્ટ્રેન વિષે હજુ સુધી જાણાકરી અનુસાર તે ૭૦ ટકા વધુ સંક્રમક છે આ સ્ટ્રેન નાની ઉમરના લોકો પર તે પ્રકારે હુમલો કરે છે પરંતુ તેના ઘાતક થવાની આશંકા ઓછી છે. બીજીબાજુ દેશમાં કોરોના સામે નિર્ણાયક જંગ માટે રસીકરણની તૈયારીઓ પુરજાેશમાં ચાલી રહી છે નવો સ્ટ્રેન સામે આવ્યા બાદ આરોગ્ય નિષ્ણાંતોની ચિંતા વધી ગઇ છે અને બ્રિટનમાં નવા સ્ટ્રેનના સમાચારો વચ્ચે ભારત સરકારે ૨૩ ડિસેમ્બરથી બ્રિટન અવર જવર કરતા તમામ ફલાઇટો પર પ્રતિબંધ લગાવી દીધો હતો.HS