આઝાદીની લડાઈના સિપાહી 97 વર્ષીય દિનકર દેસાઈનું નિધન
નવસારી, આઝાદીની લડાઈના સિપાહી, ગણદેવીના પૂર્વ ધારાસભ્ય અને નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈના પિતા દિનકર દેસાઈનું અવસાન થયુ છે. 97 વર્ષની જૈફ વયે દિનકર દેસાઈએ અંતિમ શ્વાસ લીધા.
વડાપ્રધાનના હાથે સ્વતંત્રતા સેનાની તરીકે ત્રણવાર સન્માનિત થયા હતા. ગણદેવી વિધાનસભામાં બે ટર્મ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. દિનકર દેસાઈ ધારાસભ્ય પિયુષ દેસાઈના રાજકીય સફરના મુખ્ય માર્ગદર્શક હતા.