ઓનર કિલિંગ! યુવતી અને તેના પ્રેમીને કોર્ટ મેરેજના બહાને બોલાવી જાહેરમાં ગોળી મારી કરી હત્યા
રોહતક, હરિયાણાના રોહતક જિલ્લામાં ફરી એક વાર ઓનર કિલિંગની ઘટના સામે આવી છે. અહીં યુવતીના પરિજનોએ કોર્ટ મેરેજ કરવા જઈ રહેા પ્રેમી જોડાની ગોળી મારીને હત્યા કરી દીધી. દિલ્હી બાઇપાસ ચોક પર જાહેરમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો. સમગ્ર હત્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ.
મૂળે, રોહતકના કન્હેલી ગામની રહેવાસી પૂજા અને બખેતા ગામનો રોહિત એક બીજા સાથે પ્રેમ કરતા હતા. બંને લગ્ન કરવા માંગતા હતા, પરંતુ યુવતીના પરિજન તેનાથી નારાજ હતા. જોકે બાદમાં તેઓએ પોતાની સહમતિ આપી દીધી અને અને બંનેને કોર્ટ મેરેજ માટે રોહતક બોલાવી દીધા. પૂજા અને રોહિતના પરિવારના લોકોએ આ વાત પર વિશ્વાસ મૂકી દીધો એન તેઓ ગાડીમાં સવાર થઈને રોહતક પહોંચી ગયા.
રોહિતની સાથે તેની માતા અને ભાઈ મોહિત પણ ગાડીમાં સવાર હતા, પરંતુ આ દરમિયાન યુવતીના પરિજનો દિલ્હી બાઇપાસ ચોક પર આવે છે અને નજીકમાં ગાડી ઊભી કરીને બંને સાથે વાતચીત કરવા લાગે છે. થોડી વાર બાદ યુવતીના પરિજનોએ તેમની પર તાબડતોડ હુમલો શરૂ કરી દીધો અને અનેક રાઉન્ડ ફાયર કર્યું. જોકે રોહિત અને મોહિેત ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ હુમલાખોરોએ તેમનો પીછો કરીને બંનેને ગોળી મારી દીધી. આ હુમલામાં રોહિતનું મોત થઈ ગયું. મોહિત ગંભીર રીતે ઘાયલ થઈ ગયો.
ત્યારબાદ એક હુમલાખોર ગાડીની પાસે આવ્યો અને ગાડીની બારી ખોલી પૂજા ઉપર પણ તાબડતોડ ગોળીઓ ચલાવી દીધી. જેમાં પૂજાનું પણ મોત થઈ ગયું. ઘટનાને અંજામ આપીને હુમલાખોર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઘાયલ મોહિતને પીજીઆઈ મોકલ્યો, જ્યારે રોહિત અને પૂજાનું ઘટનાસ્થળે જ મોત થઈ ચૂક્યું હતું.